નંદ ઘેર આનંદ ભયો, ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી માટે શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ Video

|

Aug 27, 2024 | 12:48 AM

શામળાજીમાં બીરાજતા કૃષ્ણના અવતાર કાળિયા ઠાકરના જન્માષ્ટમીના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી હતી. ભક્તો અહી દુર દુર થી આવીને ભગવાનના જન્મ દીવસની ઉજવણી કરાઇ છે. મંદિરને લાઇટોથી શણગારવામાં આવ્યું છે.

નંદ ઘેર આનંદ ભયો, ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી માટે શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ Video

Follow us on

ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ હોવાને લઇને ભક્તોમમાં અનેરો આનંદ વર્તાઇ રહ્યો હતો. ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરીને ભગવાનને હપી બર્થડે કહેવા જાણે કે ભક્તો રીતસરની ભીડ શામળીયાના દરબારમાં ઉભરાઈ હતી. ભગવાન શામળીયા એટલે કૃષ્ણનો અવતાર અને તે અવતાર શામળાજીમાં બીરાજમાન હોઇ ભગવાન શામળીયાને કાળિયા ઠાકર તરીકે ઓળખવામાં આવે છે.

પૌરાણીક મંદીર શામળાજીમાં ભક્તઓએ કાળિયા ઠાકરના દર્શન કર્યા હતાં. ભક્તોની ભીડ સાથે અહી ભગવાન શામળીયાના આ ભવ્ય દરબાર સમા સમગ્ર શામળાજીમાં ભક્તો દ્વારા સામુહીક રીતે જ અહી મટકી ફો઼ડ કરીને જન્મ દીવસની ઉજવણી કરવામાં આવે છે. ભક્તોની ભીડ વહેલી સવાર થી ઉમટી છે અને મોડી રાત્રીએ કૃષ્ણનો જન્મોત્સવ ઉજવણી સુધી આ ભીડ રહેતી હોય છે.

ભગવાનને સુવર્ણ હાર અને હિરા જડીત આભૂષણ ધરાવાયા

ભક્તો ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરીને વિશેષ દર્શનનો આનંદ લેતા જોવા મળ્યા છે. આ ઉજવણી માટે સમગ્ર શામળાજીને સજાવવામાં આવ્યું છે. ભગવાન શામળિયાને વિશેષ સુંદર વાઘા વસ્ત્ર પહેરાવવામાં આવ્યા છે. ભગવાનને સુવર્ણ હાર અને હિરા જડીત આભૂષણ અને મુગટથી સુંદર સજાવવામાં આવ્યા છે. ભગવાન આજે સોનાની વાંસળી સાથે દર્શન આપતા જોવા મળે છે.

Buttermilk: ઉનાળામાં દરરોજ છાશ પીવાના ફાયદા શું છે?
Plant in pot : એલોવેરાના પાન સુકાઈ જાય છે ? છોડના સારા ગ્રોથ માટે અપનાવો આ ટીપ્સ
Alcohol: દારૂ પીધા પછી દુર્ગંધ કેમ આવે છે?
Spider Web: ઘરમાં કરોળિયાનું જાળુ બનાવવું શુભ છે કે અશુભ? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 28-03-2025
SRHની હાર બાદ કાવ્યા મારનને આવ્યો ગુસ્સો

ભગવાન કાળિયા ઠાકરની અહી શામળાજીમાં રાજા એટલે કે ઠાકોરજી તરીતે જોવામાં આવે છે અને એટલે જ ઠાકોરજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.

મંદિરને રોશનીનો ભવ્ય શણગાર

અરવલ્લીના શામળાજીમાં જન્માષ્ટમીને લઈ મંદિરને રોશનીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. વિવિધ રંગની લાઇટિંગ વડે મંદિર ઝગમગી ઉઠ્યું છે. ભગવાન શામળિયાના જન્મોત્સવ માટે ભક્તો આતુર હતા. વરસાદી માહોલ વચ્ચે ભક્તોની ભક્તિની હેલી ઉમટી હતી. કાળિયા ઠાકોરના જન્મોત્સવની ઘડીઓ વચ્ચે અનેરો માહોલ અરવલ્લીના શામળાજીમાં જોવા મળ્યો છે. ભક્તોએ મંદિર પરિસરમાં ગરબાની રમઝટ બોલાવી હતી.