ડોન દાઉદ ઈબ્રાહિમના જમાઈનો પરિવાર ગુજરાતી! ઉત્તર ગુજરાતના જાણીતા શહેરમાં હતો મૂળ નિવાસ

દાઉદ ઈબ્રાહિમ અંડરવર્લ્ડ ડોન છે અને જેને લઈ અનેક વાર તેની તબિયતને લઈ સમાચારો પાકિસ્તાનથી ચમકતા રહ્યા છે. દાઉદ ઈબ્રાહિમના પરિવારને લઈ પણ અનેક વાર સમાચારો સામે આવતા રહ્યા છે. ડોન દાઉદની મોટી પુત્રી માહરુખના પતિનો ગુજરાત સાથે નાતો રહ્યો છે. એટલે કે દાઉદના જમાઈના દાદા ગુજરાતી હતા. તેઓ અમદાવાદ અને વડોદરામાં પોલીસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

ડોન દાઉદ ઈબ્રાહિમના જમાઈનો પરિવાર ગુજરાતી! ઉત્તર ગુજરાતના જાણીતા શહેરમાં હતો મૂળ નિવાસ
જમાઈનો પરિવાર ગુજરાતી!
Follow Us:
| Updated on: Dec 18, 2023 | 9:20 PM

અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના વેવાઈ મુળ ગુજરાતી છે. તેની પુત્રી માહરુફનું વડ સસરા ગુજરાતી હતા. પુત્રીના વડ સસરા એટલે કે દાઉદના જમાઈના દાદા અમદાવાદ અને વડોદરામાં પોલીસ કર્મી રહી ચૂક્યા છે. એટલે કે તેઓ અમદાવાદમાં પોલીસ તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે.

ડોન પુત્રી માહરુફના લગ્નને 17 વર્ષનો સમય વિતી ચૂક્યો છે. પુત્રીના સાસરી પક્ષનું મૂળ ગુજરાતમાં રહેલું છે. ઉત્તર ગુજરાતના જાણીતા શહેર પાલનપુરથી તેમનો સીધો સંબધ છે. માહરુખના પતિનો પરિવાર અમદાવાદ અને વડોદરામાં પણ રહી ચૂક્યો છે. જોકે પરિવારનું મૂળ નિવાસ પાલનપુર હતો.

આજનું રાશિફળ તારીખ : 20-11-2024
પરફેક્ટ Life Partner અંગે કથાકાર જયા કિશોરીએ કહી દીધી મોટી વાત, જુઓ Video
સૂતી વખતે મનને શાંત રાખવા માટે આ 5 ટિપ્સથી થશે ફાયદો
સુપરસ્ટારનો દિકરો બોલિવુડમાં છે ફ્લોપ, જુઓ ફોટો
ઘરમાં આ સ્થાન પર દરરોજ દીવો કરવાથી પૈસાની ક્યારેય નહીં આવે કમી
નાની નાની વાતોમાં આવી જાય છે ગુસ્સો ? જાણો કેવી રીતે વધારવુ Patience Level

આ રીતે રહ્યો પાલનપુર સાથે નાતો

વાંચીને નવાઈ જરુર લાગી હશે. પરંતુ હા, બીલકુલ સાચી વાત છે. ડોન દાઉદ ઈબ્રાહિમની પુત્રી માહરુખ ઈબ્રાહિમના લગ્ન વર્ષ 2006માં જુનૈદ મીયાંદાદ સાથે થયા હતા. જમાઈ જુનૈદના દાદા મૂળ વતની ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરનો નિવાસી હતો. પરંતુ તેમનો પરિવાર બાદમાં પાકિસ્તાનમાં સ્થાયી થયો હતો.

જમાઈ જુનૈદ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદનો પુત્ર છે. જાવેદ મીયાંદાદનો પરિવાર તેમના જન્મ પહેલા જ પાકિસ્તાનમાં આવી પહોંચ્યો હતો. જ્યાં કરાચીમાં જાવેદ મીયાંદાદનો જન્મ 1957માં 12 જૂને થયો હતો. મીયાંદાદના પિતા નૂર મોહમ્મદ પાલનપુરના વતની હતા. નૂર મોહમ્મદ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓ અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં ફરજ બજાવી ચૂક્યા હોવાની વિગતો મીડિયા રિપોર્ટ્સ મુજબ છે. સાથે જ તેઓ નવાબ માટે રમતો માટે સ્પોર્ટ્સ ક્લબની દેખરેખ રાખતા હતા.

મીયાંદાદનું હતું મોટુ પરિવાર

જાવેદ મીયાંદાદનો પરિવાર મોટો હતો. તેઓ 7 ભાઈ અને બહેન હતા. તેમાંથી ત્રણ ભાઈઓ પાકિસ્તાનમાં પ્રથમ શ્રેણીની ક્રિકેટ રમી ચૂક્યા છે. જ્યારે તેનો ભત્રીજો પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટ ટીમનો હિસ્સો પણ રહી ચૂક્યો છે. મીયાંદાદે 1981માં તાહિરા સેંગોલ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો અને એક પુત્રી છે. જેમાંથી જુનૈદ દાઉદ ઈબ્રાહિમનો જમાઈ છે.

દાઉદના પરિવારની વાત કરવામાં આવે તો, તેને ચાર સંતાન હતા, જેમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હતા. જેમાંથી એક નાની પુત્રીનુ અવસાન થયુ હતું. પુત્રનું નામ મોઈન નવાઝ છે. જ્યારે માહરુખ મોટી પુત્રી છે.

આ પણ વાંચોઃ  ST અમારી ‘જોખમી’ સવારી બની! અરવલ્લીમાં એક બસમાં 140 પેસેન્જર ભરાતા મુસાફરો વિફર્યા, જુઓ

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડોદરામાં સતત બીજા દિવસે કાચની બોટલ ફેંકાઈ, જુઓ Video
વડોદરામાં સતત બીજા દિવસે કાચની બોટલ ફેંકાઈ, જુઓ Video
શ્વેટર કાઢી રાખજો, અંબાલાલે કહ્યુ આ જિલ્લાઓમાં ઠંડી ભૂકા બોલાવશે
શ્વેટર કાઢી રાખજો, અંબાલાલે કહ્યુ આ જિલ્લાઓમાં ઠંડી ભૂકા બોલાવશે
શેલાના રહિશોને અમિત શાહની ખાતરી, એક વર્ષમાં ગટર-પાણીની સમસ્યાનો નિવેડો
શેલાના રહિશોને અમિત શાહની ખાતરી, એક વર્ષમાં ગટર-પાણીની સમસ્યાનો નિવેડો
દક્ષિણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ શરૂ
દક્ષિણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ શરૂ
નવસારીમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઇ
નવસારીમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઇ
ભવનાથમાં તનસુખગીરી બ્રહ્મલીન થતા શરૂ થયો ગાદી વિવાદ- Video
ભવનાથમાં તનસુખગીરી બ્રહ્મલીન થતા શરૂ થયો ગાદી વિવાદ- Video
ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ
ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ
જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરુઆત, 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે
જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરુઆત, 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હંગામો, વશરામ સાગઠિયાને બહાર કાઢી મુકાયા
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હંગામો, વશરામ સાગઠિયાને બહાર કાઢી મુકાયા
PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ
PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ
g clip-path="url(#clip0_868_265)">