
અરવલ્લીના મોડાસામાં એક દુર્ઘટના બની છે. અરવલ્લીના મોડાસાની એમ્બ્યુલન્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં 4 લોકોના મોત નિપજ્યાં છે. મળતી માહિતી અનુસાર એમ્બ્યુલન્સમાં 7 લોકો સવાર હતા. તે સમયે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 4 લોકોના મોત નિપજ્યાં છે. તેમજ 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મોડાસાના રાણા સૈયદ વિસ્તાર નજીક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી. મોડાસાની રિચ હોસ્પિટલમાંથી બાળકને અમદાવાદ લઈ જવાતું હતું. ત્યારે આ દુર્ઘટના બની હતી. એમ્બ્યુલન્સમાં સવાર 2 મેડિકલ ઓફિસર અને બાળક સહિત 4 લોકોના મોત થયા છે. પાછળની સીટ પર બેસેલા બાળકના પરિવારજનનું પણ મોત થયું છે. તેમજ આગળની સીટ પર બેસેલી 1 મહિલા, બાળક અને ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયા હતા. જોકે એમ્બ્યુલન્સમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. આ સમગ્ર ઘટનાની મોડાસા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.
Fire in Ambulance kills 4, three injured near Modasa #Aravalli #AmbulanceFire #Fire #ModasaAmbulanceFire #Gujarat #TV9Gujarati pic.twitter.com/ZmxbChcSvy
— Tv9 Gujarati (@tv9gujarati) November 18, 2025
ઉલ્લેખનીય છે કે આ ગોઝારી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. રોડ પરથી એમ્બ્યુલન્સ પસાર થઈ રહી છે, અને અચાનક જ એમ્બ્યુલન્સમાં આગ લાગી જાય છે. શરુઆતથી જ આગ એટલી ભંયકર હતી કે, પાછળ બેસેલા લોકોને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો. આગળની સીટ પર બેસેલી એક મહિલા, એક બાળક અને ડ્રાઈવર પણ આ આગમાં દાઝી ગયા હોવાથી તેઓ સારવાર હેઠળ છે. જ્યારે એમ્બ્યુલન્સમાં પાછળ બેસેલા 4 વ્યક્તિઓ જેમાં બીમાર બાળક, 2 મેડિકલ ઓફિસર અને એક પરિવારજન એમ ચારેય વ્યક્તિઓ બળીને ભડથુ થઈ ગયા છે.