સ્પેશિયલ ખેલ મહાકુંભ (Khel Mahakumbh 2022) દિવ્યાંગ ખેલાડીઓ માટે જુદી જદી સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવનાર છે. જેમાં પાંચ કેટેગરી ખેલાડીઓ માટે રાખવામાં આવી છે. જેમાં ખેલાડીઓ પોત પોતાની કેટગરી પસંદ કરીને તે મુજબ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. સેરેબ્રલ પાલ્સી ના ખેલાડીઓ સીધા જ રાજ્યકક્ષાએ ભાગ લઈ શકશે. આ માટે અરવલ્લી (Aravalli) જિલ્લામાંથી પણ દિવ્યાંગ ખેલાડીઓ મોટી સંખ્યામાં ખેલ મહાકુંભમાં હિસ્સો લે એ માટે થઈને અપીલ કરવામાં આવી છે.
દિવ્યાંગો માટે 5 જુદી જુદી કેટગરી રાખવામાં આવી છે. જેમાં માનસિક ક્ષતિગ્રસ્ત (MR), શારીરિક ક્ષતિગ્રસ્ત (OH), અંધજન (BLIND), શ્રવણ મંદ ક્ષતિવાળા (DEAF) અને સેરેબ્રલ પાલ્સી (CP) નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેટેગરી મુજબ દિવ્યાંગ ભાઈઓ અને બહેનો હિસ્સો લઈ શકશે. આ માટે દિવ્યાંગ ખેલાડીઓએ દિવ્યાંગતા અંગેનુ પ્રમાણપત્ર રજીસ્ટ્રેશન ફોર્મ સાથે જોડીને ઓફ લાઈન ફોર્મ ભરવાનુ રહેશે. આ ફોર્મ રાજ્ય સરકારના વિવિધ માન્ય મંડળો પાસેથી મળી રહેશે. જે 13 એપ્રિલ સુધીમાં ભરી દેવાના રહેશે.
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક ખાતે ગુજકેટ (Gujcet 2022) એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 9 પરીક્ષા કેન્દ્રો પર લેવાનારી છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાનારી આ પરીક્ષા માટે તૈયારીઓ જિલ્લા તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. આગામી 18 મી એપ્રિલના રોજ સવારે 9.0 કલાક થી બપોરે 2.30 કલાક સુધી શહેરની વિવિધ શાળાઓમાં પરીક્ષા યોજાશે.
જેમાં કે.એન.શાહ હાઇસ્કૂલ સ્ટેશન રોડ, સી.જી. બુટાલા હાઇસ્કૂલ યુનીટ-૧ અને ૨ સ્ટેશન રોડ, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી હાઇસ્કૂલ બી/એચ તાલુકા પ્ંચાયત માલપુર રોડ, મખદૂમ હાઇસ્કૂલ જમાલવાવ સર્વોદયબેન્ક નજીક, શ્રી જે.બી. શાહ ઇગ્લીશ મીડીયમ હાઇસ્કૂલ કોલેજ કેમ્પસ, એમ.આર. ટી.સી. મદની હાઇસ્કૂલ ડુગરવાડા રોડ, શ્રી પ્રાર્થના વિધાલય યુનિટ-૧ અને ૨ મુ. મદાપુરકંપાનો સમાવેશ થાય છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
Published On - 10:02 pm, Fri, 8 April 22