Aravalli: પ્રિ-મોન્સૂન પ્લાનીંગ માટે જિલ્લા કલેટર દ્વારા બેઠક યોજાઈ, કુદરતી આફતોને ચોમાસા દરમિયાન પહોંચી વળવા આયોજન ઘડાયુ

|

May 07, 2022 | 11:14 AM

અરવલ્લી જિલ્લામાં કુદરતી આફતોને ચોમાસુ સિઝન દરમિયાન પહોંચી વળવા માટે જિલ્લા કલેકટર (Aravalli Collector)ની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી, જેમાં કંટ્રોલ રુમથી લઈને તમામ આયોજનોને સુચવવામાં આવ્યા હતા.

Aravalli: પ્રિ-મોન્સૂન પ્લાનીંગ માટે જિલ્લા કલેટર દ્વારા બેઠક યોજાઈ, કુદરતી આફતોને ચોમાસા દરમિયાન પહોંચી વળવા આયોજન ઘડાયુ
Aravalli Collector દ્વારા બેઠક યોજી આયોજન ઘડાયુ હતુ

Follow us on

અરવલ્લી (Aravalli) જિલ્લામાં પ્રિમોન્સૂન પ્લાનીંગ કરવામાં આવ્યુ છે. આગામી જૂન માસથી ચોમાસાની શરુઆત થવાની સંભાવાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તૈયારી શરુ કરી દેવામાં આવી છે. આ માટે જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના (Dr. Narendra Kumar Meena IAS) ની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન આયોજન અંગેની બેઠક યોજવામાં આવી હતી. જેમાં અગાઉના વર્ષો દરમિયાન ચોમાસા અને વાવાઝોડા જેની કુદરતી આફતોના અનુભવો આધારીત જોવામાં આવેલી સમસ્યાઓ અને તેના ઉકેલ સહીત આગામી સિઝનને ધ્યાને રાખીને પણ યોગ્ય રીતે પ્લાનીંગ કરવા માટે કલેકટર (Aravalli Collector) દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ બેઠકમાં તમામ છ તાલુકાઓના અધિકારીઓને જરુરી સુચનાઓ આપવામાં આવી હતી.

વાવાઝોડા અને ચોમાસામાં વધુ વરસાદ જેવી સ્થિતીમાં સર્જાતા જોખમોને ધ્યાનમાં રાખીને બેઠકનુ આયોજન મોડાસા ખાતે સેવા સદનમાં કરવામાં આવ્યુ હતુ. જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા બેઠકનુ આયોજન કરવાંમાં આવ્યુ હતુ. જેમાં તમામ છ તાલુકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મામલતદાર અને જવાબદાર અધિકારીઓને હાજર રાખવામાં આવી હતા. બેઠકમાં જેતે મામલતદારોને તાલુકા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, પાલિકાના ચિફ ઓફીસરોને શહેરી વિસ્તારના સીટી ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને તમામ તાલુકા વિકાસ અધિકારીઓ એટલે કે ટીડીઓને વિલેજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ઓનલાઈન અપડેટ કરવાની કામગીરી કરવા માટે સુચના કલેકટર દ્વારા અપાઈ હતી. સાથે જ જિલ્લાના દરેક સરકારી વિભાગોને પણ ડીઝાસ્ટર પ્લાન તૈયાર કરવા કહ્યુ હતુ.

બેઠક દરમિયાન સિંચાઈ વિભાગ દ્વારા નિયમીત રુપે દર બે કલાકે વરસાદની અને તેના લગતી સ્થિતીનુ અપડેટ સતત આપતા રહેવા માટેના અગાઉથી નિયત પ્લાનને અનુસરવા પણ જણાવ્યુ હતુ. સાથે જોખમી કોઝવેના સ્થળો પર ઉંડાઈ અને જોખમની સૂચનાઓના બોર્ડ પણ નદી નાળાઓ પર લગાવવા માટે સુચના અપાઈ હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તેમજ વરસાદ દરમિયાન પાણી ભરાવવાની સ્થિતી અથવા બચાવ કામગીરી માટેની પૂર્વ તૈયારી કરી લેવા માટે પણ બેઠકમાં જણાવાયુ હતુ. જે મુજબ મત્સ્યઉધોગ તરફ થી બોટની વ્યવસ્થા અને તેની જાણકારી કરી રાખવા માટે પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમજ તરવૈયાઓ અને ઈમરજન્સી સમયે ઉપયોગી સેવા અને મશીનરી તેમજ મશીનરીની પણ વ્યવસ્થા ગોઠવી રાખવા માટે પણ સમીક્ષા કરવામાં આવી હતી. સાથએ જ ક્વીક રિસ્પોન્સ ટીમ પણ બનાવી રાખવા માટે મોડાસા અને બાયડ નગર પાલિકાને જણાવ્યુ હતુ.

તમામ તાલુકા મથકે કંટ્રોલ રુમ

જિલ્લાના તમામ છ તાલુકા મથકો પર ચોમાસા દરમિયાન કંટ્રોલ રુમ શરુ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાનો કંટ્રોલ રુમ પણ રાબેતા મુજબ શરુ કરી દેવામાં આવશે. જે કંટ્રોલ રુમ રાઉન્ડ ધ ક્લોક ચાલુ રાખવામાં આવશે અને તેની પર અધિકારીઓ દ્વારા સતત મોનીટર કરવામાં આવશે. કંટ્રોલ રુમ ક્વિક રિસ્પોન્સ ટીમને માટેની પણ તમામ વિગતો સાથે તેયાર હશે અને આપત્તિના સમયે તુરતજ એક્શન લેવા માટેની સૂચનાઓ આપશે.

જોકે પ્રતિ વર્ષ આ પ્રકારની તૈયારીઓતો આગોતરી કરી લેવામાં આવે છે પરંતુ વાસ્તવિકતામાં આ પ્રકારના પ્લાન અને તેની અમલવારી મોટે ભાગે ગાયબ થઈ જતી હોય છે. આમ આવા આયોજન સફળ ઉતરે એવી પણ અપેક્ષાઓ વર્તાતી હોય છે અને એટલે જ ચોમાસા દરમિયાન સવાલ પણ અનેક વાર ઉઠતા હોય છે.

Next Article