નેતા પુત્રે જીવ જોખમમાં મુકી બંદૂકમાંથી ધડાકો કર્યો, પોલીસે આરોપી સામે ગુનો નોંધી SOG ને તપાસ સોંપી

|

Oct 05, 2022 | 10:10 PM

જિલ્લા પંચાયત (District Panchayat) ના પુત્ર એ રિવોલ્વરમાંથી ફાયરીંગ કરી વિડીયો સોશીયલ મીડિયામા અપલોડ કરી વાયરલ કર્યો, ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી

નેતા પુત્રે જીવ જોખમમાં મુકી બંદૂકમાંથી ધડાકો કર્યો, પોલીસે આરોપી સામે ગુનો નોંધી SOG ને તપાસ સોંપી
ભિલોડા પોલીસે ફાયરિંગને લઈ ફરીયાદ નોંધી

Follow us on

સ્વરક્ષણ કે પાક રક્ષણ માટે બંદૂક-હથીયાર મેળવાનારા કેટલાક લોકોને પરવાનો મળ્યા બાદ જાણે રક્ષણ કરતા શોખનો દેખાડો કરવા માટે હથિયાર રાખવાની ખૂલ્લી છુટ મળી હોય એવી ઘટનાઓ ગુજરાતમાં વારે વારે સામે આવતી હોય છે. એમાં પણ જો નેતા કે તેમના પરીવારના સભ્ય હોય એટલે જાણે આ પરવાનો તો માત્ર શોખ જ નહીં મનફાવે એમ ઉપયોગની છૂટ મળી હોય એવો અહેસાસ દર્શાવતા હોવાની પણ ઘટનાઓ નોંધાતી હોય છે. અરવલ્લી જિલ્લા પંચાયત (Aravalli District Panchayat) ના પ્રમુખના પુત્રએ આવી રીતે રિવોલ્વર વડે ફાયરીંગ કરીને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ઘટનાને પગલે ભિલોડા પોલીસે (Bhiloda Police) ઘટના અંગે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

નેતા પુત્રની હરકત સામે પોલીસ એક્શનમાં

અનેક વાર ગુજરાત પોલીસ અને રાજ્ય સરકાર દ્વારા હથિયાર ઉપયોગ અંગે જાણકારી અંગેની જાગૃતિ પ્રેરવામાં આવતી હોય છે. પરંતુ આમ છતાં કેટલાક હજુ પણ આ જાગૃતિને નજર અંદાજ કરતા હોય છે. આવી જ રીતે અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણના પુત્રએ રિવોલ્વર વડે ફાયરીંગ કર્યુ હતુ. નેતા પુત્ર આરોપી વિરભદ્રસિંહ ચૌહાણે ઘર આગળ ઉભા ઉભા હવામાં ફાયરીંગ કર્યુ હતુ. જે અંગેનો વિડીયો પણ બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેને પગલે નેતા પુત્રની હરકત સામે પોલીસ પણ હરકતમાં આવી હતી. વિડીયો અંગેની જાણકારી મેળવીને ઘટના અંગે ભિલોડા પોલીસ મથકે આરોપી વિરભદ્રસિંહ ચૌહાણ સામે ગુનો દાખલ કર્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આઇપીસી 336 અને આર્મ એક્ટ કલમ 30 મુજબ ભિલોડા પોલીસે અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખના પુત્ર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ભિલોડા પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ વિનોદભાઈ ખાતરાભાઈએ સરકાર તરફે ફરિયાદી તરીકે રજૂ થઈને ગુનો નોંધાવ્યો હતો. અરવલ્લી એસપી સંજય ખરાતે ઘટના અંગેની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગૃપના પીઆઈ જીકે વહુનીયાને સોંપી છે.

 

ઘર આગળ જ જોખમી ફાયરીંગ કર્યુ

ફરીયાદ મુજબ નોંધવામાં આવેલી હકીકત મુજબ, આરોપી વિરભદ્રસિંહ લાલસિંહ ચૌહાણે પોતાની લાયસન્સ વાળી રીવોલ્વરથી ફાયરીંગ કર્યુ હતુ. ભિલોડા તાલુકામાં આવેલ મલાસા ગામમાં પોતાના ઘર આગળ પોતાની અને અન્ય લોકોનુ જીવન જોખમાય એ રીતે રિવોલ્વરમાંથી એક રાઉન્ડ હવામાં ફાયર કરીને ગુન્હો આચર્યો હતો. તપાસ કર્તા ટીમ દ્વારા હવે લાયસન્સ કયા હેતુ સંદર્ભમાં મેળવવામાં આવ્યુ હતુ, એ અંગેની માહિતી મેળવવામાં આવશે. તેમજ હથિયાર અને લાયસન્સ બંને પોલીસ પોતાના કબ્જામાં મેળવવા અને આરોપી વિરભદ્રસિંહની અટકાયત કરવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરશે.

 

 

 

Published On - 10:04 pm, Wed, 5 October 22

Next Article