Aravalli: સીઆર પાટીલનો આજે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ, બે દિવસ રોકાઈને ભાજપની સ્થિતિની તાગ મેળવશે

|

Jun 15, 2022 | 10:33 AM

અરવલ્લીની ત્રણેય બેઠક પર હાલ કોંગ્રેસનું પ્રભુત્વ છે. મોડાસા, બાયડ, ભીલોડા ત્રણેય બેઠકો પર કોંગ્રેસનું પ્રભુત્વ છે. ત્યારે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ભાજપે તૈયારી શરૂ કરી છે.

Aravalli: સીઆર પાટીલનો આજે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ, બે દિવસ રોકાઈને ભાજપની સ્થિતિની તાગ મેળવશે
C. R. Patil (File Image)

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) ને લઇ ભાજપ (BJP) મિશન 182 પ્રમાણેના ટાર્ગેટ પર કામ કરી રહી છે, ત્યારે 182 બેઠકો પર કબજો મેળવવા ભાજપે પ્રયાસ શરૂ કર્યા છે. જેના ભાગરૂપે આજે અરવલ્લી (માં ભાજપનો વન-ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ યોજાશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજથી બે દિવસ અરવલ્લીની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ અરવલ્લી જિલ્લામાં ભાજપની સ્થિતિનો તાગ મેળવશે. એટલું જ નહીં બુથ અને પેજ સમિતિની પણ સમીક્ષા કરશે. સાથે સાથે ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા સભ્યોની કામગીરીનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવશે અને ત્યારબાદ અરવલ્લીમાં ભાજપને વધુ બેઠક મળે તે માટેનો રોડમેપ તૈયાર કરશે. મહત્વનું છે કે અરવલ્લીની ત્રણેય બેઠક પર હાલ કોંગ્રેસનું પ્રભુત્વ છે. મોડાસા, બાયડ, ભીલોડા ત્રણેય બેઠકો પર કોંગ્રેસનું પ્રભુત્વ છે. ત્યારે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા ભાજપે તૈયારી શરૂ કરી છે.

ચૂંટણી આવતાં જ રાજકીય પાર્ટીઓનો બેઠકોનો દોર વધી ગયો છે. ભાજપે આજે ગાંધીનગરમાં પણ એક કાર્યક્રમ રાખ્યો છે. ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યાલય કમલમમાં આજે કેટલાક પ્રધાનોની બેઠક મળશે. પ્રદેશ મહામંત્રી રત્નાકરની હાજરીમાં વિસ્તારક તરીકે ગયેલા પ્રધાનો સાથે બેઠક થશે. જેમાં પ્રધાનોએ વિસ્તારક તરીકે કરેલી કામગીરી અંગે ચર્ચા થશે. અગલ અગલ જિલ્લાઓમાં મતદાતાઓનું વલણ જાણવા અને ત્યાંની વિધાનસભા બેઠક માટેા સંભવિત ઉમાદવારો વિશેની જાણાકારી એકઠી કરવા માટે ભાજપે નેતાઓને મોકલ્યા હતા. તેઓ જે માહિતી એકઠી કરીને આવ્યા છે તેની આ બેઠકમાં સમિક્ષા કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો


 

Published On - 10:25 am, Wed, 15 June 22

Next Article