Aravalli: માંકરોડા ગામમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો પરિણીતાનો મૃતદેહ, પરિવારને હત્યા થઈ હોવાની આશંકા

|

Jan 14, 2022 | 7:38 AM

મૃતક પરિણીતાના પરિવારે પરિણીતાનો પતિ તેની તમામ સેલેરી લઈ લેતો હોવાનો અને લોન પણ ન ભરવા દેતો હોવાનો આક્ષેપ કર્યો છે.

Aravalli: માંકરોડા ગામમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો પરિણીતાનો મૃતદેહ, પરિવારને હત્યા થઈ હોવાની આશંકા
મૃતક પત્નીનો ફોટો

Follow us on

અરવલ્લી (Aravalli)ના ભિલોડામાં એક પરિણીતાનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના અંગે મૃતક પરિણીતાના માતા પિતાને જાણ થતાં તેમણે આપઘાત (Suicide) નહીં પણ હત્યા કર્યાનો આક્ષેપ કર્યો છે. આ ઘટનામાં ભિલોડા પોલીસે (Bhiloda police) હાલ આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી હત્યાની આશંકા આધારે પેનલ ડોકટરનું પીએમ હાથ ધરી તપાસ શરૂ કરી છે.

એક પરિણીતાનો તેની સાસરીમાં એટલે કે અરવલ્લીના ભિલોડાના માંકરોડા ગામમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનામાં મહિલાના માતા પિતા સહિત પરિવારે મહિલાએ આપઘાત નહીં પણ તેની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. 11 જાન્યુઆરીએ બનેલી મોતની ઘટના અંગે 12 જાન્યુઆરીએ પરિણીતાના માતા પિતાને જાણ કરવામાં આવી હતી. જેથી મૃતક પરિણીતાના માતા-પિતાને આ અંગે શંકા છે.

પરિણીતાના માતા-પિતાને હત્યા થયાની આશંકા

મૃતક પરિણીતાના પરિવારે પરિણીતાનો પતિ તેની તમામ સેલેરી લઈ લેતો હોવાનો અને લોન પણ ન ભરવા દેતો હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ પરિણીતાના માતાપિતાએ પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાના આરોપ પણ લગાવ્યા છે. તેમજ 6 મહિના પૂર્વેથી હત્યા કરવાનો પ્લાન બનાવી, અગાઉ ગર્ભપાત પણ કરાવ્યાનું જણાવી પરિણીતાના મોત કેસમાં યોગ્ય તપાસની માગ કરી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પરિવારના આક્ષેપ

આ તરફ પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે મૃતક મહિલા બીના પ્રોફેસર હતા અને દોઢ વર્ષ પહેલાં તેમના લગ્ન ભિલોડાના માકરોડામાં રહેતા અને નોકરી કરતા અજીત નિનામાં નામના યુવક સાથે પ્રેમલગ્ન થયા હતા. લગ્નના થોડા સમય બાદ તેનો પતિ મહિલાને ત્રાસ આપતો હતો. એટલું જ નહીં પણ મોતની ઘટનાના કેટલાક દિવસ પહેલા પરિણીતાને માર માર્યાની પણ પોલીસને શંકા છે.

કેમ કે મહિલાના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. તેમજ મહિલાનો મૃતદેહ જે હાલતમાં મળી આવ્યો છે તેને લઈને પણ પોલીસને શંકા ઉપજી રહી છે કે મહિલાએ આપઘાત કર્યો છે કે તેની હત્યા કરાઈ હોઈ શકે છે.

પોલીસે શંકા અને પરિવારના આક્ષેપના આધારે મહિલાના મૃતદેહને પેનલ પીએમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. જ્યાં પોલીસને મહિલાના શરીર પર મારના નિશાન મળી આવ્યા છે. જેના આધારે પોલીસે મહિલાના પિતાની ફરિયાદ લઈ 306 કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હાલ તો ભિલોડા પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે તો પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન તેમજ પતિ અને સાસરી પક્ષના લોકોના પણ નિવેદન લેવાનું શરૂ કર્યું છે. જેથી ઘટનાની સત્ય હકીકત જાણી શકાય કે મહિલાના મોત પાછળ સાચું કારણ શું હતું.

આ પણ વાંચોઃ વડોદરા : સોખડા મંદિરનો વિવાદ વધુ વકર્યો, સેવક અનુજ ચૌહાણે કોર્ટમાં ફરિયાદ નોંધાવી

આ પણ વાંચોઃ ભાવનગર : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની કાર્યકરો સાથે બેઠક, સ્વાગતના ઉત્સાહમાં ભૂલાયા નિયમો

Next Article