AMRELI : ધાતરવડી-2 ડેમ બાદ ખોડીયાર ડેમ પણ ઓવરફલો થયો

|

Sep 10, 2021 | 7:43 AM

ખોડીયાર ડેમમાં જળસ્તર જાળવી રાખવા એક દરવાજો 2 ઇંચ ખોલવામાં આવ્યો છે.તો હાલ ખોડિયાર ડેમમાંથી 133 ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઇ છે.

AMRELI : અ વર્ષે ચોમાસામાં વરસાદના બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે.અમરેલીમાં ધાતરવડી-2 ડેમ ઓવરફલો થયા બાદ ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે.એક દિવસ અગાઉ પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની જોરદાર આવક થઇ છે.ડેમમાં જળસ્તર જાળવી રાખવા એક દરવાજો 2 ઇંચ ખોલવામાં આવ્યો છે.તો હાલ ખોડિયાર ડેમમાંથી 133 ક્યુસેક પાણીની આવક અને જાવક નોંધાઇ છે.જોકે ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા અમરેલી અને ભાવનગર જિલ્લાના 43 જેટલા ગામોને એલર્ટ કરાયા છે.

ખોડીયાર ડેમ પહેલા અમરેલી જિલ્લાનો ધાતરવડી-2 ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમના એક સાથે 6 દરવાજા ખોલવા પડ્યા હતા.. ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા 10 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. આ તમામ ગામડાઓ નદી કિનારે આવેલા છે. ડેમ ઓવરફ્લો થતા હિંડોરણા, વડ,છતડીયા,ખાખબાઈ,ઉંચેયા,રામપરા, ભેરાઈ સહિત નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા.

અમરેલી જિલ્લાના દેદુમલ ડેમ અને ઠેબી ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યાં હતા. સાવરકુંડલાના હાથસણી ખાતે શેલ દેદુમલ ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યો હતો. જેથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા હતા. તો ઠેબી ડેમના 2 દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા. ઠેબી ડેમના 2 દરવાજાઓ 1-1 ફૂટ ખોલવામાં આવ્યા હતા.સાથે જ ડેમમાં 1120 ક્યુસેક પાણીની જાવક થઇ રહીહતી. ડેમમાં પાણીની જાવકને પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : સ્ટડીમાં કરાયો દાવો, ‘શિક્ષિત મહિલાઓ હવે લગ્ન પહેલા બાળક કરવા માંગે છે અને પછી પરિવાર બનાવવા માંગે છે’

આ પણ વાંચો : Bharuch : પાનોલી સ્થિત Jal Aqua International કંપનીમાં લાગી ભીષણ આગ , કરોડોના નુકશાનનો અંદાજ

 

Next Video