સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ, સિન્ડિકેટ સભ્ય સામે ભાજપના કોર્પોરેટરની ફરિયાદ

|

Oct 27, 2021 | 12:48 PM

કરાર આધારીત ભરતી પ્રક્રિયા રદ્દ થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ સિન્ડીકેટની બેઠક શરૂ થઇ હતી.આ બેઠકમાં કરાર આધારીત ભરતી પ્રક્રિયા રદ્દ થયા બાદ જે અધ્યાપકોની ભરતી રદ્દ થઇ છે તેને રિન્યૂ કરવા કે નહિ તે અંગે નિર્ણય લેવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિવાદ વધુને વધુ ઘેરો બનતો જાય છે. હવે ભાજપના જ કોર્પોરેટરે ભાજપના સિન્ડીકેટ સભ્ય કલાધર આર્યનું સિન્ડીકેટ પદ ગેરલાયક હોવાની કુલપતિને રજૂઆત કરી છે. ભાજપના વોર્ડ નંબર ૫ ના કોર્પોરેટર હાર્દિક ગોહિલે કુલપતિને રજૂઆત કરતા કહ્યું હતુ કે કલાધર આર્ય તબલા ક્ષેત્રે કોઇ જ પદવી ધરાવતા ન હોવાની રજૂઆત કરી હતી અને કુલપતિ દ્વારા તેનું સભ્યપદ રદ્દ કરવાની માંગ કરી છે.

તો આ તરફ સિન્ડીકેટ સભ્ય કલાધર આર્યએ તમામ આરોપોને ફગાવ્યા છે તેમજ હાર્દિક ગોહિલે તેમના ગુરુના કહેવા પ્રમાણે આ આક્ષેપો કર્યા હોવાનું કલાધર આર્યએ જણાવ્યું છે.

 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ સિન્ડીકેટ બેઠકમાં હોબાળો

કરાર આધારીત ભરતી પ્રક્રિયા રદ્દ થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ સિન્ડીકેટની બેઠક શરૂ થઇ હતી.આ બેઠકમાં કરાર આધારીત ભરતી પ્રક્રિયા રદ્દ થયા બાદ જે અધ્યાપકોની ભરતી રદ્દ થઇ છે તેને રિન્યૂ કરવા કે નહિ તે અંગે નિર્ણય લેવામાં આવશે.જોકે આ ભરતી પ્રક્રિયા પહેલા ભાજપના સિન્ડીકેટ સભ્યોના વોટ્સઅપ સ્ક્રિનશોટ્સ વાયરલ થતા તે મુદ્દે તડાફડી બોલે તેવી શક્યતા છે,સાથે સાથે કોંગ્રેસના સિન્ડીકેટ સભ્યો હરદેવસિંહ જાડેજા અને ધરમ કાંબલિયા દ્રારા કુલપતિના રાજીનામાની માંગ કરવામાં આવી છે.બપોરે ત્રણ વાગ્યા સુધી આ સિન્ડીકેટની બેઠક ચાલે તેવી શક્યતા છે ત્યારે સિન્ડીકેટની બેઠકમાં ક્યાં નિર્ણય લેવાય છે તે જોવાનું રહેશે.

 

આ પણ વાંચો : ગ્રેડ-પેના આંદોલનનો આજે સતત ત્રીજો દિવસ: સત્યાગ્રહ છાવણીમાં સહી ઝુંબેશથી આંદોલનને મળી રહ્યું છે સમર્થન

Published On - 12:48 pm, Wed, 27 October 21

Next Video