ગુજરાતની કોરોના રસીકરણ ક્ષેત્રે વધુ એક સિધ્ધિ, વેકસિનેશનના ચાર કરોડ ડોઝની કામગીરી પૂર્ણ

|

Aug 15, 2021 | 9:04 PM

રાજયમાં અત્યાર સુધીમાં 3 કરોડ 3 લાખ 22 હજાર 944 લાભાર્થીઓને પ્રથમ ડોઝ અને 97 લાખ 38 હજાર 764 ને બીજો ડોઝ એમ સમગ્રતયા 4 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

ગુજરાતની કોરોના રસીકરણ ક્ષેત્રે વધુ એક સિધ્ધિ, વેકસિનેશનના ચાર કરોડ ડોઝની કામગીરી પૂર્ણ
Another achievement in field of corona vaccination in Gujarat four Crore doses of vaccination completed

Follow us on

કોરોના રસીકરણમાં ગુજરાતે વધુ એક સિધ્ધિ પ્રાપ્ત કરી છે . જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે કોરોના વેકસીનેશન ના 4 કરોડ ડોઝ આપવાની કામગીરી પૂર્ણ કરી છે.રાજયમાં અત્યાર સુધીમાં 3 કરોડ 3 લાખ 22 હજાર 944 લાભાર્થીઓને પ્રથમ ડોઝ અને 97 લાખ 38 હજાર 764 ને બીજો ડોઝ એમ સમગ્રતયા 4 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

ગુજરાત પર મિલિયન વેકસીનેશન માં પણ દેશમાં મોટા રાજ્યોમાં અગ્રેસર છે. મુખ્યમંત્રીએ રાજ્યના આરોગ્ય કર્મીઓ ને આ વ્યાપક રસીકરણ દ્વારા વધુને વધુ નાગરિકોને કોરોના વેકસીનેશન અભિયાન માં આવરી લેવાની કર્તવ્ય નિષ્ઠા માટે અભિનંદન પાઠવ્યા છે.

રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૩ કરોડ ૦૩ લાખ ૨૨ હજાર ૯૪૪ લોકોને પ્રથમ ડોઝ અને ૯૭ લાખ ૩૮ હજાર ૭૬૪ લોકોને બીજો ડોઝ એમ સમગ્રતયા ૪,૦૧,૬૧,૭૦૮ ડોઝ દ્વારા લોકોનું વેકસીનેશન થયું છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રવિવારે તા.૧પમી ઓગસ્ટે એક જ દિવસમાં રાજ્યભરમાં ૩.૭૩ લાખથી વધુ વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે.
સમગ્ર રાજયમાં તા.૧૬ જાન્યુઆરી-૨૦૨૧થી રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં થયો હતો.

રસીકરણ માટે પાત્રતા ધરાવતા ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી પ્રથમ તબક્કામાં હેલ્થ કેર વર્કરોને રસી આપવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં કુલ ૬.૨૩ લાખ હેલ્થકેર વર્કરને પ્રથમ ડોઝ તેમજ પ.૨૧ લાખ હેલ્થકેર વર્કરને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
સમગ્ર દેશમાં ફ્રન્ટલાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે.

તા. ૩૧મી જાન્યુઆરી-૨૦૨૧થી ફ્રન્ટલાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૩.૪૩ લાખ ફ્રન્ટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ તથા ૧૦.૫૬ લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.ત્યારબાદ ૧ લી માર્ચ-૨૦૨૧ના રોજથી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા તથા ૪૫ થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા નાગરિકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

તા. ૧લી એપ્રિલ-૨૦૨૧ના રોજથી ૪૫ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને કોવિડ-૧૯ની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ૪૫થી વધુ ઉંમર ધરાવતા રાજ્યના કુલ ૧.૩૫ કરોડ લોકોને પ્રથમ ડોઝ તેમજ ૭૧.૧૭ લાખ વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવેલ છે.

ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ તા. ૧ મે-૨૦૨૧ના રોજથી રાજ્યમાં રાજ્યના ૭ કોર્પોરેશન તથા ૩ જિલ્લા માં ૧૮-૪૪ વર્ષ વય જુથ માટે રસીકરણની કામગીરી અને તા. ૪ થી જુન-૨૦૨૧થી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જુથમાં રસીકરણની કામગીરી શરૂ થઈ છે.

અત્યાર સુધીમાં આ વય જુથના ૧.૪૮ કરોડ પ્રથમ ડોઝ અને ૧૦.૪૩ લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.આમ, સમગ્રતયા તા. ૧૫.૦૮.૨૦૨૧ સુધીમાં રાજ્યમાં તમામ જુથોના ૩,૦૩,૨૨,૯૪૪ લોકોને પ્રથમ ડોઝ તથા ૯૭,૩૮,૭૬૪ લોકોને બીજો ડોઝ મળી કુલ ૪ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : મોહન ભાગવતે યુવાઓને કર્યા સંબોધિત કહ્યુ, ભારત તમામ વિવિધતાઓને સ્વીકારે છે

આ પણ વાંચો : ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ 28 ઓગષ્ટ સુધી લંબાવવામાં આવ્યો

Published On - 7:08 pm, Sun, 15 August 21

Next Article