ગોકળગાયની ગતિએ સાની ડેમનું કામ થતા ખેડૂતોમાં રોષ, 3 પાલિકા અને 110 ગામોના પાણીનો આધાર છે આ ડેમ

|

Oct 28, 2021 | 8:45 AM

ગોકળગાયની ગતિએ સાની ડેમનું કામ ચાલી રહ્યું છે. જેને લઈને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. 3 પાલિકા અને 110 ગામોના પાણીનો આધાર છે આ ડેમ.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે. જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સાની ડેમ ખાતે કિસાન કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું. આ આંદોલનમાં અન્ય ખેડૂતો પણ જોડાયા હતા. વરોધ પ્રદર્શનમાં આસપાસના ખેડૂતોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનમાં સાની ડેમ પર સૂર્યનારાયણને જળ ચડાવી અને હવન કરવામાં આવ્યો.

જણાવી દઈએ કે સાની ડેમનું કામ ગોકળ ગતિએ થતું હોવાથી આ વિરોધ દર્શાવ્યો છે. ધીમા કામને લઈને હાલાકી પડી રહી છે હોય જેથી ખેડૂતો અને કોંગ્રેસ આગેવાનોએ વિરોધ દર્શાવ્યો હતો. કિસાન કોંગ્રેસનો આરોપ છે કે છેલ્લા બે વર્ષથી ડેમનું કામ થઈ રહ્યું છે પરંતુ હજુ સુધી કોઈ પણ જાતના દરવાજાનું કામ થયું નથી. મહત્વનું છે કે આ ડેમમાંથી 3 પાલિકા અને 110 જેટલા ગામોને પીવાનું તેમજ ખેડૂતોને સિંચાઈનું પાણી પુરુ પાડવામાં આવતું હતું. જે છેલ્લા બે વર્ષથી સમારકામ થવાની શરૂઆત કર્યા બાદ બંધ છે.

 

આ પણ વાંચો: ‘દેશની પહેલી બુલેટ ટ્રેન સુરતથી શરૂ થશે’, રેલવે પ્રધાને આ તારીખ સુધી બુલેટ ટ્રેન શરુ કરવાનો આપ્યો વાયદો

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ કોવિંદ 3 દિવસના ગુજરાત પ્રવાસે: PM આવાસ યોજનામાં બનેલા 1088 મકાનોનું લોકાર્પણ કરશે, જાણો વિગત

Next Video