Ankleshwar : રાજાપાટમાં કારચાલકે મંત્રીનો કાફલો અટકાવ્યો, આખરે તેની ધરપકડ કરી મંત્રીને માર્ગ અપાયો

|

Mar 02, 2022 | 6:01 AM

મંગળવારે સાંજના સુમારે અંકલેશ્વરમા સેલારવાડ પાસે  રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલનો કાફલો પસાર થઇ રહ્યો હતો ત્યારે એક લક્ઝ્યુરિયર્સ કરે કાફલાને રસ્તો ન આપી કાફલો અટકી જાય અથવા ધીમો ચાલે તેવી હરકતો શરૂ કરી હતી.

Ankleshwar : રાજાપાટમાં કારચાલકે મંત્રીનો કાફલો અટકાવ્યો, આખરે તેની ધરપકડ કરી મંત્રીને માર્ગ અપાયો
રાજાપાટમાં શકશે મંત્રી મુકેશ પટેલનો કાફલો અટકાવ્યો હતો.

Follow us on

અંકલેશ્વર(Ankleshwar)માં નશામાં ચકચૂર વ્યક્તિ રાજ્ય સરકાર(Gujarat Government)ના મંત્રીની ગાડીઓના કાફલા(Minister Convoy)ને અટકાવી દેતા દોડધામ મચી ગઈ હતી. મંત્રીની કારને પાયલોટિંગવેન સહીત રસ્તો અપાતા આખરે પોલીસે તુમાખી બતાવનાર વ્યક્તિની અટકાયત કરી મંત્રીને રસ્તો આપવો પડ્યો હતો. મામલે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન(Ankleshwar City Police Station)માં વિવિધ કલમો હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના રાજ્ય સરકારના મંત્રી અને સુરત જિલ્લાના ઓલપાડ બેઠકના ધારાસભ્ય(Olpad MLA) મુકેશ પટેલ(Minister Mukesh Patel) સાથે બની હતી જેમના કાફલાને અંકલેશ્વરના હેતલ મોદી નામના શકશે માર્ગ નહિ આપવાની હઠ પકડી હતી. પ્રારંભિક સમજાવટ બાદ પણ આ આ શક્ષ એકનો બે ન થતા આખરે તેની ધરપકડ કરી મંત્રીને માર્ગ આપવામાં આવ્યો હતો.

મંગળવારે સાંજના સુમારે અંકલેશ્વરમા સેલારવાડ પાસે  રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલનો કાફલો પસાર થઇ રહ્યો હતો ત્યારે એક લક્ઝ્યુરિયર્સ કરે કાફલાને રસ્તો ન આપી કાફલો અટકી જાય અથવા ધીમો ચાલે તેવી હરકતો શરૂ કરી હતી. કાર ચાલક નશામા ધૂર્ત હતો . આ શક્ષ પોતાની BMW કાર માર્ગની વચ્ચે અટકાવી દેતા તંત્ર દોડતુ થઈ ગયું હતુ.સુરત થી ગાંધી નગર જતાં મંત્રી મુકેશ પટેલ અટવાઈ પડયા હતા. કાફલાના પાયલોટિંગ વેનના ચાલક દ્વારા સાયરના વગાડવા છતાં BMW કાર નાચાલકે પોતાનું વાહન ન હટાવી કાર રસ્તા મા ઊભી કરી દીધી હતી. રાજાપાટમાં આ શકશે કોણ છે મંત્રી? તેમ કહી પોલીસ સ્ટાફ જોડે પણ માથાકૂટ શરૂ કરી હતી.

સુરત ના ઓલપાડ ના ધારાસભ્ય અને રાજ્ય કક્ષા ના મંત્રી મુકેશ પટેલ સુરત થી ગાંધી નગર પોતાની સરકારી ગાડી મા હાસોટ થઈ અંકલેશ્વર શહેર માથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. અંકલેશ્વરના સેલારવાડ નજીક BMW કાર લઈ પસાર થઈ રહેલા હેતલ મોદી પાયલોટ કરી રહેલ પોલીસ ની ગાડી ના સાયરના વગાડવા છતાં કાર બાજુ પર ખસેડી ન હતી. આ કાર પ્રારંભે ધીમી હાંકી બાદમાં માર્ગ પર વચ્ચે ઊભી કરી દીધી હતી. પોલીસ ટકોર કરતા આ શકશે કોણ તારો મંત્રી છે? એમ કહી પાયલોટ કરી રહેલ પોલીસ ગાડી ના જવાનો સાથે માથાકૂટ કરી હતી ઘણા સમય ચાલેલ આ માથાકૂટ લઈ માર્ગ પર વાહનોની કતાર પડી હતી. આખરે શહેર પોલીસ દોડી આવી નશા ની હાલત મા હેતલ મોદી ની અટક કરી હતી BMW કારણે રોડ ઉપરથી હટાવી મંત્રીના કાફલાને રવાના કરી દીધો હતો . પોલીસે હેતલ મોદી નામના વ્યક્તિ સામે સરકારી ગાડી રોકી સરકારી કામ મા અડચણ ઊભી કરવા બદલ અને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

આ પણ વાંચો : Junagadh: ભવનાથમાં શિવરાત્રિનો મેળો આજે રાત્રે દિગંબર સાધુની રવાડી અને શાહી સ્નાન સાથે સંપન્ન થશે

 

આ પણ વાંચો : Rajkot : પોલીસ કાંડમાં કાર્યવાહી બાદ MLA ગોવિંદ પટેલે કહ્યું લોકોએ દિવાળીની જેમ ફટાકડા ફોડ્યાં

Next Article