VIDEO: ચોરીનો અજીબ કિસ્સો, ગઠીયો આંગડિયા પેઢીના કર્મચારીના 4 લાખ રૂપિયાની સાથે એક્ટિવા લઈને પણ ફરાર

|

Nov 06, 2019 | 6:43 AM

કહેવાય છે કે સાવધાની હટી, દુર્ઘટના ઘટી કંઈક આવી જ ઘટના સુરતમાં બની છે. સુરતના એક વ્યક્તિની બેદરકારીના બદલામાં રૂપિયા 4 લાખ ગુમાવવાનો વારો આવ્યો અને અજાણ્યો શખ્સ એક્ટિવાની ડેકીમાં રાખેલા રૂપિયા સાથે આખે આખું એક્ટિવા લઈને ફરાર થઇ ગયો.    Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ […]

VIDEO: ચોરીનો અજીબ કિસ્સો, ગઠીયો આંગડિયા પેઢીના કર્મચારીના 4 લાખ રૂપિયાની સાથે એક્ટિવા લઈને પણ ફરાર

Follow us on

કહેવાય છે કે સાવધાની હટી, દુર્ઘટના ઘટી કંઈક આવી જ ઘટના સુરતમાં બની છે. સુરતના એક વ્યક્તિની બેદરકારીના બદલામાં રૂપિયા 4 લાખ ગુમાવવાનો વારો આવ્યો અને અજાણ્યો શખ્સ એક્ટિવાની ડેકીમાં રાખેલા રૂપિયા સાથે આખે આખું એક્ટિવા લઈને ફરાર થઇ ગયો.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આંગડિયા પેઢીનો કર્મચારી રૂપિયા 4 લાખ લઈને નીકળ્યો હતો. જો કે શરીર પર ખંજવાડ આવતા તે અધરસ્તે રોકાયો. બરોબર આ સમયે એક અજાણ્યા શખ્સે આંગડિયાના કર્મચારીને શરીર પર કીડા હોવાનું જણાવ્યું અને કર્મચારીનું ધ્યાન ભટકાવીને ડેકીમાં રહેલા 4 લાખ રૂપિયા સાથે આખે આખું એક્ટિવા લઈને ફરાર થઈ ગયો. જો કે ગઠીયો કળા કરી ગયો પરંતુ આંગડિયાના કર્મચારીને તેની જરાય ગંધ ન આવી અને જોત જોતામાં કર્મચારીનું વાહન પણ ગયું અને રૂપિયા પણ ગયા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે એક શખ્સ એક્ટિવા ચોરીને ભાગી રહ્યો છે. જેની ડેકીમાં રૂપિયા 4 લાખ પણ હતા. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે ઘટનાને લઈને સવાલ એ સર્જાય છે કે આખુ એક્ટિવા લઈને ગઠીયો ફરાર થઈ ગયો છતાં કેમ તેની જાણ આંગડિયાના કર્મચારીને ન થઈ? જ્યારે આરોપી એક્ટિવા લઈને ભાગી રહ્યો હતો ત્યારે કર્મચારી શું કરતો હતો? કર્મચારી પાસે 4 લાખ રૂપિયા હતા તો પણ કેમ તે આટલો બેદરકાર રહ્યો? ત્યારે જોવાનું એ રહે છે કે પોલીસ તપાસમાં આ ઘટનાને લઈને શું નવો ખુલાસો થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article