
વર્ષ 1882માં 24મી માર્ચના રોજ રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિકે ટીબીના બેસીલાઇ માઇક્રોબેકટેરિયમ ટયુબરકયુલોસીસની શોધ કરી હતી. જેની યાદગીરી રૂપે દર વર્ષે ૨૪મી માર્ચ વિશ્વ ક્ષય દિવસ (World Tuberculosis Day) તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ વર્ષ-2025 સુધીમાં રાષ્ટ્રમાંથી ટીબીના રોગ (disease) ને નાબૂદ કરવાનું જે આહવાન કરવાનો મહાઅભિયાન આદર્યું છે. આણંદ જિલ્લામાં આ અંતર્ગત કરવામાં આવેલ કામગીરીની વિગતો આપતાં જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ફૂલમાલીએ જણાવ્યું કે, આણંદ (Anand) જિલ્લાના દરેક તાલુકાઓમાં ગામડે-ગામડે એક્ષ-રે વાનના માધ્યમથી ટી.બી.ના શંકાસ્પદ હોય તેવી વ્યકિતઓના છાતીના એક્ષ-રે વિનામૂલ્યે કાઢી આપવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત જિલ્લામાં ફેબ્રુઆરી-૨૦૨૨ સુધીમાં (વર્ષ ૨૦૨૧-૨૨) ૬૨૮૬ વ્યકિતઓના છાતીના એક્ષ-રે લઇને તેની તપાસ કરવામાં આવી હતી જેમાંથી કુલ ૪૮૨ (૭.૭ ટકા) ટી.બી.ના દર્દીઓ જણાઇ આવ્યા આ તમામને ટીબીની સારવાર આપવામાં આવી રહી છે.
આમ, જે તે વ્યકિતઓના જોવા મળેલ ટી.બી.ના લક્ષણોના વહેલા નિદાનને કારણે ટીબીની સારવાર વહેલી થવાથી ટીબી રોગને ફેલાતો અટકાવાની સાથે મૃત્યુદર ઘટાડી શકાય છે. આ સમયગાળા દરમિયાન ચાંગાની મણીકાકા ટોપાવાલા ઇન્સ્ટિટયુટ ઓફ નર્સિંગ કોલેજ ખાતે આણંદ જિલ્લાની બધીજ નર્સિંગ કોલેજના ફેકલ્ટીને એનટીઇપી અંતર્ગત જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં ૬૫ સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ સંસ્થાઓએ તેમની કોલેજના વિદ્યાર્થીઓને આ બાબતને જાગૃત કરીને વિદ્યાર્થીઓના માધ્યમથી જનજનમાં જાગૃતિ આવે તે માટે પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી હતી.
ટીબી રોગ પ્રતિ સમાજમાં જાગૃતિ આવે તે હેતુસર જિલ્લાના ધર્મગુરૂઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો મેસેજના માધ્યમથી પણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આણંદ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓમાં પણ ટીબીના પ્રચાર-પ્રસાર માટેના કાર્યક્રમો કરી ટીબી રોગ વિશેની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આણંદ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલ ટીબી દર્દીઓની વિગતો આપતાં ડૉ. ફૂલમાલીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮માં ૨૩.૪૩ લાખની વસતિ સામે ૫૬૭૫ ટીબીના દર્દીઓ નોંધાયા હતા જેની એક લાખની વસતિએ ટીબી નોટીફીકેશનનો દર ૨૪૨ હતો. આજ રીતે વર્ષ ૨૦૧૯માં ૨૩.૭૯ લાખની વસતિએ ૬૨૧૦ દર્દીઓ અને ૨૧૯નો દર, વર્ષ-૨૦૨૦માં ૨૪.૧૬ લાખની વસતિએ ૪૦૮૫ દર્દીઓ અને ૧૬૯નો દર, વર્ષ-૨૦૨૧માં ૨૪.૪૪ લાખની વસતિએ ૫૪૫૫ દર્દીઓ અને ૨૨૩નો દર જયારે વર્ષ-૨૦૨૨માં તા. ૨૨/૩/૨૦૨૨ સુધીમાં ૨૪.૮૮ લાખની વસતિએ ૧૨૭૧ ટીબીના દર્દીઓ નોંધાયા હતા જયારે ટીબી નોટીફીકેશનનો દર એક લાખની વસતિએ ૨૩૩ નોંધાયો છે.
આણંદ જિલ્લામાં નોંધાયેલ ટી.બી.ના દર્દીઓ સામે જિલ્લામાં સાજા થવાનો દર ૭૧ થી ૮૩ ટકા રહેવા પામ્યો છે. જિલ્લામાં ટી.બી.ના નોંધાયેલ દર્દીઓની સામે સાજા થયેલ દર્દીઓની વિગતો આપતાં ડૉ. ફૂલમાલીએ જણાવ્યું કે, વર્ષ-૨૦૧૮માં નોંધાયેલ ૪૮૨૩ દર્દીઓ સામે ૩૬૧૫ દર્દીઓ, વર્ષ-૨૦૧૯માં ૫૬૦૧ દર્દીઓની સામે ૩૯૯૬ દર્દીઓ, વર્ષ-૨૦૨૦માં ૫૩૩૪ દર્દીઓની સામે ૪૨૨૪ દર્દીઓ, વર્ષ-૨૦૨૧માં ૪૧૨૪ દર્દીઓની સામે ૩૪૧૫ દર્દીઓ અને વર્ષ-૨૦૨૨ના પ્રથમ કવાર્ટરમાં ૧૪૫૪ દર્દીઓની સામે ૧૧૯૬ દર્દીઓ સાજા થયા છે.
આ પણ વાંચોઃ Surat : ઈ-વ્હીકલ પોલિસી લાવનાર સુરત મહાનગરપાલિકા હવે ખુદ 5 ઈ-કાર ખરીદશે