Tender Today : આણંદના લાંભવેલ ડમ્પિંગ સાઇટમાં RCC રોડ બનાવવાની કામગીરી માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

આણંદ નગરપાલિકા દ્વારા ઓનલાઇન ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. લાંભવેલ ડમ્પિંગ સાઇટમાં (lambhvel dumping site) ફેબ્રિકેશન શેડ તરફ જવા માટે આરસીસી રોડ બનાવવાની કામગીરી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today : આણંદના લાંભવેલ ડમ્પિંગ સાઇટમાં RCC રોડ બનાવવાની કામગીરી માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: Jun 22, 2023 | 3:09 PM

Anand : આણંદ નગરપાલિકા દ્વારા ઓનલાઇન ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. લાંભવેલ ડમ્પિંગ સાઇટમાં (lambhvel dumping site) ફેબ્રિકેશન શેડ તરફ જવા માટે આરસીસી રોડ બનાવવાની કામગીરી માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડર મારફતે આ પ્રકારના કામો કરવાના અનુભવી તથા સાધન સંપન્ન માર્ગ અને મકાન વિભાગની (Roads and Buildings Department) યોગ્ય શ્રેણીમાં યોગ્ય રજીસ્ટ્રેશન ધરાવતા ઇજારદારો પાસેથી ઓનલાઇન ભાવો મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-અમદાવાદમાં જગન્નાથ મંદિરને કરાશે રિડેવલપ, 50 હજાર લોકો એકસાથે કરી શકશે દર્શન

આ ટેન્ડરની વધુ વિગતો વેબસાઇટ https://www.nprocure.com તથા https://nagarpalika.nprocure.com ઉપર જોવા મળશે. આ ટેન્ડરની અંદાજીત રકમ 47,26,210 રુપિયા છે. ટેન્ડરની બાનાની રકમ 47,270 રુપિયા છે. ટેન્ડર ફી 900 રુપિયા છે. ટેન્ડર ડાઉનલોડ કરવાની તારીખ- 28 જુનથી 11 જુલાઇ 2023 સુધીની છે. તો ટેન્ડર ઓનલાઇન સબમીટ કરવાની છેલ્લી તારીખ 11 જુલાઇ 2023 સુધીની છે. ટેન્ડર ફી ઇ.એમ.ડી તથા અન્ય ડોક્યુમેન્ટ 14 જુલાઇ 2023ના સાંજે 6 કલાક સુધીમાં આર.પી.એ.ડી/સ્પીડ પોસ્ટ/ રુબરુમાં નગરપાલિકા કચેરીએ મોકલવાના રહેશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો