
મોટા પ્રમાણમાં શાકભાજીનો પાક પાણીમાં નાશ પામતા શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. શાકભાજીનું ઉત્પાદન ઘટતા શાકભાજીના ભાવોમાં ભડકો થયો છે. ચાલુ વર્ષે બે વખત શાકભાજીના ભાવોમાં વધારો થયો છે. જુલાઈ માસ બાદ ઓક્ટોબર માસમાં શાકભાજીના ભાવોમાં ભડકો થયો છે. છેલ્લા ચાર દિવસથી શાકભાજીના ભાવોમાં ભડકો થયો છે. આણંદ બજાર સમિતિના ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતા શાકભાજીના ભાવની વિગત જોઈએ.
આ પણ વાંચો : Anand News: એક્ટિવા ચાલકની બેદરકારીને કારણે કાર પલટી, ઘટનાના CCTVમાં થઈ કેદ, જુઓ Video
બીજી તરફ રાજકોટમાં પણ વરસાદને કારણે વિપરીત પરિસ્થિતિ છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં વરસાદ આવ્યો અને ત્યારબાદ છેલ્લા દિવસોમાં વરસાદ નોંધાયો છે. જેની સીધી જ અસર શાકભાજીના પાકને પડી છે અને 10 દિવસમાં જ શાકભાજીના ભાવમાં 20 થી 30 ટકાનો વધારો નોંધાયો છે.