Anand : બોચાસણ ખાતે શુક્રવારે ગરીબ કલ્યાણ મેળો યોજાશે, લાભાર્થીઓને સીધા લાભ અપાશે

|

Feb 24, 2022 | 4:56 PM

સમગ્ર રાજયમાં સતત ત્રણ દિવસ સુધી ગરીબ કલ્યાણ મેળાઓનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતેના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અન્ય જિલ્લામાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.

Anand : બોચાસણ ખાતે શુક્રવારે ગરીબ કલ્યાણ મેળો યોજાશે, લાભાર્થીઓને સીધા લાભ અપાશે
Gujarat Garib Kalyan Melo (File Image)

Follow us on

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના(CM Bhupendra Patel)  નેતૃત્વ હેઠળની સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજયમાં ગરીબ કલ્યાણ મેળાના(Garib Kalyan Melo)  માધ્યમથી ગરીબી નિવારણ માટેનો ત્રિ-દિવસીય યજ્ઞ આરંભ્યો છે. જેમાં તા. 25/2/2022ના રોજ સવારના 9 કલાકે આણંદ(Anand)  જિલ્‍લામાં ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે.આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બોચાસણ અક્ષર વાડી ખાતે યોજાનાર આ ગરીબ કલ્‍યાણ મેળામાં રાજયના મહેસૂલ અને જિલ્‍લા પ્રભારી મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીની પ્રેરક ઉપસ્થિત રહેશે. તથા આ મેળામાં સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના લાભો લાભાર્થીઓને સીધા જ તેમના હાથમાં પ્રભારી મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આપવામાં આવશે.

આ પ્રસંગે સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો પણ ઉપસ્થિત રહેશે. બોચસણ ખાતે યોજાનાર આ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાની તૈયારીઓ જિલ્‍લા કલેકટર મનોજ દક્ષિણી તથા જિલ્‍લા વિકાસ અધિકારી મિલિન્‍દ બાપનાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની અનેકવિધ લોક કલ્યાણની યોજનાઓનો સીધો લાભ જરૂરિયાતમંદોને આપવા માટે સમગ્ર રાજયમાં સતત ત્રણ દિવસ સુધી ગરીબ કલ્યાણ મેળાઓનુ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતેના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અન્ય જિલ્લામાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો : Banaskantha: ભાજપમાં જતાં કોંગ્રેસના આગેવાનોની સ્થિતિ શેરીના કૂતરા જેવી બની જાય છે : શક્તિસિંહ

આ પણ વાંચો : Kheda: માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ ખેડા પોલીસ સામે લાલઘુમ, “રાજ્યમાં પોલીસ અધિકારીઓનું રાજ ચાલે છે” : ધારાસભ્ય

 

Published On - 4:55 pm, Thu, 24 February 22

Next Article