AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સીએમ ભૂપેન્દ્ર પટેલે નોન વેજ અને ઈંડાની લારીઓ હટાવવાના વિવાદ વચ્ચે આપ્યું આ મહત્વનું નિવેદન

સીએમ ભૂપેન્દ્ર પટેલે નોન વેજ અને ઈંડાની લારીઓ હટાવવાના વિવાદ વચ્ચે આપ્યું આ મહત્વનું નિવેદન

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 8:18 PM
Share

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે આણંદમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં કહ્યું છે કે જેને જે ખાવું હોય તે ખાવો તેની સાથે અમને કોઇ વાંધો નથી.

ગુજરાતમાં(Gujarat)  છેલ્લા બે દિવસથી ચાલી રહેલા નોન વેજ(Non Veg) અને ઈંડાની લારીઓ દૂર કરવાના વિવાદ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે આણંદમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં કહ્યું છે કે જેને જે ખાવું હોય તે ખાવો તેની સાથે અમને કોઇ વાંધો નથી.

પરંતુ લારીમાં વેચાતો ખોરાક સ્વાસ્થ્યને નુકશાનકારક ન હોવો જોઇએ. તેમાં વેજ નોન વેજની કોઇ વાત જ નથી. જેને જે ખાવું હોય તે ખાય.મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે લારીઓ ટ્રાફિક કે નાગરિકો માટે અડચણ રૂપ હશે તો તેવી લારીઓ હટાવી શકાશે. આણંદ જિલ્લામાં પ્રચાર માધ્યમો સાથે વાતચીતમાં આ પ્રતિક્રિયા આપી હતી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નોનવેજ-ઇંડાની લારીઓ જાહેર માર્ગો-રસ્તા પરથી હટાવવાના મૂદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ નિર્ણય નગરપાલિકા-મહાનગરપાલિકા તંત્રનો નિર્ણય છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં(Gujarat) મહાનગરપાલિકાઓ (Corporation) દ્વારા કરવામાં આવી રહેલા ગેરકાયદે નોન-વેજ અને ઈંડાની લારીઓ દૂર કરવાના આદેશથી સમગ્ર રાજયના વિવાદ ઉભો થયો છે. રાજકોટ નગર પાલિકાએ સૌથી પહેલા આ આદેશ કર્યો હતો તેની બાદ વડોદરા, સુરત અને અમદાવાદ, ભાવનગર માં પણ આનો અમલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

જો કે દેખાય નહિ તે રીતે અને લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તે રીતે વેચાણ કરી શકાય છે. જો કે મનપાના આ આદેશનો આ લારીવાળા વિરોધ કરી રહ્યા છે.

જેમાં રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, વડોદરામાં ફૂટપાથ કે જાહેરમાં નોન વેજની લારીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ફુટપાથ પર ઘંઘો કરનારાઓને ભૂમાફિયાઓ સાથે સરખાવ્યા તો લારી-ગલ્લા અને પાથરણાવાળાઓએ તેનો સખત વિરોધ કર્યો.

આ પણ વાંચો :  અમદાવાદમાં નોન વેજ અને ઈંડાની લારી દૂર કરવાના નિર્ણયને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વખોડ્યો

આ પણ વાંચો :  અમદાવાદમાં રિક્ષાચાલકોની 21 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી 

 

Published on: Nov 15, 2021 07:54 PM
g clip-path="url(#clip0_868_265)">