આણંદ : બોરસદ ચોકડી બ્રિજ પર દોરી વડે યુવકનું ગળું કપાયું, જુઓ વીડિયો

|

Dec 12, 2023 | 9:47 AM

આણંદમાં ઉત્તરાયણના પર્વ પહેલા જ દોરીથી થતી દુર્ઘટનાઓની શરુઆત થઇ ગઇ છે. દોરીના કારણે યુવકનું ગળું કપાતા લોહીથી તરબતર થઇ ગયો હતો અને બાઇક પણ સ્લીપ થઇ ગઇ હતી. યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. સાથે બાઇકને પણ નુકસાન થયું હતુ.

આણંદ : બોરસદ ચોકડી બ્રિજ પર દોરી વડે યુવકનું ગળું કપાયું, જુઓ વીડિયો

Follow us on

ઉત્તરાયણનો પર્વ હજી આવ્યો નથી, જો કે પતંગની દોરીના કારણે દુર્ઘટના બનવાની શરૂ થઇ ગઇ છે. આણંદના બોરસદ ચોકડી બ્રિજ પર એક યુવકના ગળામાં દોરી ફસાઇ ગઇ હતી. આ યુવક બ્રિજ પર બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો, તે દરમિયાન અચાનત પતંગની દોરી આવીને ગળામાં ફસાઇ ગઇ હતી. ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

આણંદમાં ઉત્તરાયણના પર્વ પહેલા જ દોરીથી થતી દુર્ઘટનાઓની શરુઆત થઇ ગઇ છે. દોરીના કારણે યુવકનું ગળું કપાતા લોહીથી તરબતર થઇ ગયો હતો અને બાઇક પણ સ્લીપ થઇ ગઇ હતી. યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. સાથે બાઇકને પણ નુકસાન થયું હતુ. તો દુર્ઘટના બાદ સ્થળ પર સ્થાનિકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને એમ્બ્યુલન્સ મારફતે યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ યુવક મોગરનો રહેવાસી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

જાન્યુઆરી 2023માં 916 ઇમરજન્સી કોલ નોંધાયા હતા

ઉત્તરાયણ પર્વ સમયે 108 દ્વારા સાંજે 6 વાગે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 2023માં 2916 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે 2022માં 2638 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. 2022ની સરખામણીએ 2023માં 278 કેસ વધુ નોંધાયા હતા. ઉત્તરાયણના પર્વને લઇને રાજ્યમાં ઇમરજન્સી સેવા માટે 108 સતત કાર્યરત રાખવામાં આવે છે. ત્યારે 108 દ્વારા ઇમરજન્સી કોલના આંકડા જાહેર કરવામાં આવે છે. 2022ની સરખામણીએ વર્ષ 2023માં ઇમરજન્સી કેસ વધુ નોંધાયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article