Anand : વિધર્મી યુવકોએ હિન્દુ યુવકને માર મારવા મામલે નોંધાઇ ફરિયાદ, જૂઓ Video

ઘટનાને પગલે ગામમાં થોડા સમય માટે તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. જોકે પોલીસે સમયસર પહોંચીને મામળો થાળે પાડી દીધો હતો. SP, DySP, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિ કાબૂમાં લઈ તપાસ હાથ હતી.

| Edited By: | Updated on: Aug 19, 2023 | 1:15 PM

Anand : આણંદના સામરખા ગામમાં ભગવો ધ્વજ નહીં લહેરાવાનો તેમ કહીને વિધર્મી યુવકોએ હિન્દુ યુવક પર હુમલો કર્યો હતો. આણંદ જિલ્લાના સામરખા ગામની આ ઘટનામાં હુમલો (Attack) કરનાર યુવકો સામે ફરિયાદ (Police complain) નોંધાઈ છે. ઈજાગ્રસ્ત યુવક કલ્પેશની વાત માનીએ તો, ગત 15 ઓગસ્ટે તિરંગા યાત્રા નીકળી હતી. આ દરમિયાન ડીજેના તાલ પર તિરંગાની સાથે ભગવા ધ્વજ પણ લહેરાયા હતા. જેની અદાવત રાખીને વિધર્મી યુવકોએ ગત મોડી રાત્રે બેટ અને હોકીથી માર માર્યો હતો.

આ પણ વાંચો- Vadodra Video: ભાજપ કાર્યકર સચિન ઠક્કર હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં 1700 પેજની ચાર્જશીટ મૂકી, 80 સાક્ષી, 12 આઈ વિટનેસ દર્શાવ્યા

ઈજાગ્રસ્ત યુવક કલ્પેશ આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજીતરફ ઘટનાને પગલે ગામમાં થોડા સમય માટે તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. જોકે પોલીસે સમયસર પહોંચીને મામળો થાળે પાડી દીધો હતો. SP, DySP, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિ કાબૂમાં લઈ તપાસ હાથ ધરી હતી. આખુ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. સમગ્ર મામલે પોલીસે આરોપીઓ સામે કલમ 323, 506(2) અને 114 મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ તરફ આણંદની જનરલ હોસ્પિટમાં યુવકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ભાજપના આગેવાન પિંકલ ભાટિયા અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. મહત્વનું છે કે આણંદમાં 15 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા નીકળી હતી. તિરંગા યાત્રાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તિરંગાની સાથે ભગવા ધ્વજ પણ ફરક્યા હતા. જે વિધર્મી શખ્સોને પસંદ નહોતું આવ્યું.

આણંદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:15 pm, Sat, 19 August 23