Anand: આફત સમયે સંકટ મોચક બનનાર NDRF વિશે જાણો કેટલીક રોચક બાબતો

|

Jul 03, 2022 | 12:26 PM

પ્રત્યેક ટીમમાં 25 થી 30 આધુનિક તાલીમ પામેલા જવાનો અને તેમની સાથે પ્રાથમિક તબીબી સારવારના, તૂટી પડેલા માળખાને હટાવવા અને ફસાયેલાઓને બહાર કાઢવાના ઉપકરણો, ધસી પડેલી ઈમારતમાં દબાયેલાઓને શોધવાના અને ત્વરિત સંદેશા વ્યવહારના ઉપકરણો હોય છે.

Anand: આફત સમયે સંકટ મોચક બનનાર NDRF વિશે જાણો કેટલીક રોચક બાબતો
NDRF

Follow us on

બે દિવસ પહેલાં આણંદ (Anand) જિલ્લાના બોરસદ (Borsad) તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે મોટી સંખ્યામાં લોકો પૂરમાં ફસાઈ ગયા હતા. તેમને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં NDRF ની ટીમે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ એનડીઆરએફ (NDRF) વિશે જાણીએ કેટલીક રોચક વાતો. એન.ડી.આર.એફ.ની પ્રત્યેક બચાવ અને રાહત ટીમમાં 25થી વધુ જવાનો અને પ્રાથમિક સારવાર તથા ફ્લડ વોટર રેસક્યુ અને સંદેશા વ્યવહારના અદ્યતન ઉપકરણો હોય છે. એન.ડી.આર.એફ.ની પ્રત્યેક બચાવ અને રાહત ટુકડી એક દળની ગરજ સારે છે કારણ કે પ્રત્યેક ટીમમાં 25 થી 30 આધુનિક તાલીમ પામેલા જવાનો અને તેમની સાથે પ્રાથમિક તબીબી સારવારના, તૂટી પડેલા માળખાને હટાવવા અને ફસાયેલાઓને બહાર કાઢવાના ઉપકરણો, ધસી પડેલી ઈમારતમાં દબાયેલાઓને શોધવાના અને ત્વરિત સંદેશા વ્યવહારના ઉપકરણો હોય છે.

પ્રાથમિક તબીબી સારવાર: દુર્ઘટનાના સ્થળે પહેલું કામ ઈજાગ્રસ્તોને ઉચિત પ્રાથમિક તબીબી સારવાર આપીને,વધુ સારવાર માટે ખસેડવાનું હોય છે. તેના માટે આ ટીમો વિવિધ પ્રકારના બેંડેજ ( પાટાપિંડીની સામગ્રી), સ્પલીન્ટ, ઑક્સિજન સિલિન્ડર, સ્ટ્રેચર જેવા સાધનો થી સજ્જ હોય છે અને તેમને આ કામગીરીની તાલીમ પણ આપવામાં આવે છે.

સર્ચ એન્ડ રેસ્ક્યુ: ભારે વરસાદ કે વાવાઝોડા કે અન્ય આપદાઓથી માળખાઓ પડી જાય છે અને લોકો તેમાં ફસાઈ જાય છે.આવા બનાવોમાં ઉપયોગમાં લેવા માટે ટીમ પાસે કોલાપ્સ સ્ટ્રકચર સર્ચ એન્ડ રેસક્યુ – સી.એસ.એસ.આર.ના અદ્યતન ઉપકરણો હોય છે જેમાં હાઇડ્રોલીક જેક્સ,ચેન શો,વિવિધ પ્રકારના કટર્સ, હેમર ડ્રીલ સહિતના સાધનોનો સમાવેશ થાય છે. જ્યારે જમીનદોસ્ત થઈ ગયેલી ઇમારત તળે દબાયેલા લોકોને શોધવા માટે વિકટીમ લોકેટિંગ કેમેરા હોય છે.

આ પણ વાંચો

ફ્લડ વોટર રેસ્ક્યુના સાધનો: પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોના બચાવ અને આ જગ્યાઓ સુધી સરળતાથી પહોંચવા માટે પ્રત્યેક ટીમ પાસે ફ્લડ વોટર રેસક્યુના વિવિધ સાધનો હોય છે જેમાં ઈનફલેટેબલ રબર બોટ્સ ( આઇ.આર.બી.),તેના પર બેસાડીને ચલાવવા માટે ઓ.બી.એમ.મોટર, લાઇફ જેકેટ,લાઇફ ગાર્ડ અને મજબૂત દોરડાનો સમાવેશ થાય છે.

કોમ્યુનિકેશનના અદ્યતન ઉપકરણો: ખાસ કરીને ચોમાસાંમાં હવામાનની વિષમતા ને લીધે સંદેશાવ્યવહારની સ્થાપિત વ્યવસ્થાઓ ખોરવાઈ જાય છે.એટલે આવી ટીમોને પોતાના વૈકલ્પિક કમ્યુનિકેશન ઉપકરણો આપવામાં આવે છે જેમાં વાયરલેસ સેટ,ગુડ ડિપ્લોયમેન્ટ એન્ટેના,સેટેલાઇટ ફોન ઇત્યાદિનો સમાવેશ થાય છે.

Next Article