Anand: જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબા પરમારનો ગંભીર આક્ષેપ, કાંસની સફાઈ કરવામાં નહીં આવતા બોરસદના લોકોને ભોગવવાનો વારો આવ્યો

|

Jul 03, 2022 | 1:58 PM

બોરસદમાં 12 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બે દિવસ પહેલાં વરસેલા વરસાદ બાદ આજે ત્રીજા દિવસે પણ બોરસદ (Borsad) માં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યો છે.

Anand: જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબા પરમારનો ગંભીર આક્ષેપ, કાંસની સફાઈ કરવામાં નહીં આવતા બોરસદના લોકોને ભોગવવાનો વારો આવ્યો
Anand District Panchayat President Hansaba Parmar

Follow us on

ગુજરાતના (Gujarat) આણંદ (Anand) જિલ્લાના બોરસદમાં 12 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બે દિવસ પહેલાં વરસેલા વરસાદ બાદ આજે ત્રીજા દિવસે પણ બોરસદ (Borsad) માં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યો છે. લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બોરસદમાં ત્રણ લોકોના મોત થયાં છે અને 94 પશુઓનાં પણ મોત થયાં છે. જે વિસ્તારોમાં પાણી ઓસર્યા એ વિસ્તારોમાં તંત્ર દ્વારા નુકસાનનો સર્વે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બોરસદમાં ત્રીજા દિવસે પણ કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાયેલાં છે. આ બાબતે આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબા પરમારના ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે કાંસની સફાઈ કરવામાં નહીં આવતા બોરસદના સેંકડો લોકોને ભોગવવાનો વારો આવ્યો છે. કાંસની સફાઈની જવાબદારી જેની જવાબદારી હતી તે નહીં નિભાવી એટલે આ પરિસ્થતી સર્જાઈ છે.

બોરસદ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં થયેલા 12 ઇંચ જેટલા ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતીનો સંપૂર્ણ ચિતાર સીએમ ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લા કલેકટર સાથે શનિવારે સવારે ટેલિફોનિક વાતચીત કરીને મેળવ્યો હતો. આણંદ જિલ્લા કલેકટર સાથે ટેલિફોનીક વાતચીત કરી ભૂપેન્દ્ર પટેલે બચાવ રાહતકાર્ય- માનવ અને પશુ મૃત્યુ સહાય-સ્થળાંતરિત થયેલા લોકોને ભોજન-આરોગ્ય સુરક્ષા વ્યવસ્થા-વીજ પુરવઠો-પાણી પુરવઠાની સ્થિતીનો જાયજો મેળવી જિલ્લા તંત્રને માર્ગદર્શન આપ્યું છે. તેમણે જરૂર જણાયે રાજ્ય સરકાર તરફથી NDRF અને SDRF સહિતની મદદ માટે કલેકટર સાથે પરામર્શ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાચા-પાકા ઝૂંપડા, મકાનોને નુકશાન તથા વધુ હાનિના કિસ્સાઓમાં પ્રાથમિક સર્વે સત્વરે હાથ ધરવા અને કેશડોલ્સ ચુકવણી વગેરે માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બોરસદ તાલુકાનુ સીસ્વા ગામ હાલ બેટમાં ફેરવાયુ છે,ત્યારે વરસાદની આગાહીને (Rain Forecast) પગલે તંત્ર દ્વારા 250 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.અહી જ્યાં જુઓ ત્યાં પાણી પાણી છે.ઘર હોય કે દુકાન,ખેતર હોય કે ગામની ભાગોળ.સ્થિતિ એટલી ખરાબ છે કે રસ્તા પર નદીઓ વહી રહી છે.તો ગ્રામજનોએ પોતાના ઘરો પર આશરો લેવાની ફરજ પડી છે.નાગરિકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને પારાવાર નુકસાન સર્જાયુ છે.

આ પણ વાંચો

બોસરદમાં ભારે વરસાદને સ્થાનિક તંત્ર સાથે NDRFની ટીમની પણ મદદ લેવામાં આવી.અને અત્યાર સુધી કુલ 350 કરતા વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.આ તમામને સરકારી શાળામાં(Govt School)  આશરો આપવામાં આવ્યો છે અને સ્થાનિક તંત્ર દ્વારા ખાવા-પીવાની વ્યવસ્થા કરી હોવાનો દાવો સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે.

 

Published On - 1:51 pm, Sun, 3 July 22

Next Article