Amul એ દૂધ બાદ હવે બટરના ભાવમાં પણ વધારો કર્યો, કિલોએ 20 રૂપિયાનો વધારો ઝીંકાયો

ગુરૂવારે અમૂલે બટરના ભાવમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક મંડળીએ તમામ બટર(Butter) પેકેટના ભાવમાં વધારો કર્યો છે. અહેવાલ અનુસાર અમૂલનું 100 ગ્રામનું નાનું બટરનું પેકેટ હવે 52 રૂપિયામાં મળશે. આ સિવાય 500 ગ્રામ પેકેટના ભાવમાં પણ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Amul એ દૂધ બાદ હવે બટરના ભાવમાં પણ વધારો કર્યો, કિલોએ 20 રૂપિયાનો વધારો ઝીંકાયો
Amul Butter Price hike (File Image)
| Edited By: | Updated on: Apr 07, 2022 | 8:56 PM

ગુજરાત (Gujarat) અને સમગ્ર દેશ હાલ મોંઘવારીની માર સહન કરી રહ્યું છે. ઈંધણના ભાવ વધતા હવે ચોતરફથી દેશમાં મોંઘવારી માઝા મુકશે. ગઈકાલે અમૂલના(Amul)  દૂધમાં ફરી ભાવવધારો કરવાની આશંકા વ્યકત કર્યા બાદ ગુરૂવારે અમૂલે બટરના ભાવમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદક મંડળીએ તમામ બટર(Butter) પેકેટના ભાવમાં વધારો કર્યો છે. અહેવાલ અનુસાર અમૂલનું 100 ગ્રામનું નાનું બટરનું પેકેટ હવે 52 રૂપિયામાં મળશે. આ સિવાય 500 ગ્રામ પેકેટના ભાવમાં પણ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે તેના દ્વારા અમૂલ ફ્રેશ દૂધનું સમગ્ર ભારતની માર્કેટોમાં જ્યાં પણ વેચાણ કરે છે ત્યાં દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂા.૨ નો વધારો તારીખ 1 માર્ચ, 2022 થી અમલમાં મૂકવાનું નકકી કરેલ છે. ગુજરાતની અમદાવાદ અને સૌરાષ્ટ્રની માર્કેટોમાં અમૂલ ગોલ્ડની કિંમત 500 મિલી. દીઠ રૂા.30 રહેશે, અમૂલ તાજાની કિંમત 500 મિલી. દીઠ રૂા.24 અને અમૂલ શક્તિની કિંમત 500 મિલી. દીઠ રૂ.27 રહેશે. પ્રતિ લીટર રૂ.2 નો થયેલ વધારો તે મહત્તમ છુટક વેચાણ (એમઆરપી) માં 4  ટકા જેટલો વધારો સચૂવે છે જે સરેરાશ ખાદ્યાન્ન ફૂગાવા કરતા ઘણો ઓછો છે.

નોંધનીય છે કે છેલ્લા 2  વર્ષમાં અમૂલ દ્વારા તેના ફ્રેશ દૂધની શ્રેણીની કિંમતોમાં વાર્ષિક 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો ઉર્જા, પૅકેજીંગ, લૉજિસ્ટિક્સ, પશુ આહર અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણ એકંદર સંચાલન ખર્ચમાં વધારો થવાને લીધે કરવામાં આવી રહ્યો છે. ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા, જીસીએમએમએફ સભ્ય સંઘો દ્વારા પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી કિંમતમાં પ્રતિ કિલો ફેટ રૂ. 35 થી રૂ. 40 નો વધારો કરવામાં આવ્યો છે, જે પાછલા વર્ષ કરતા 5 ટકા વધારે છે.

અમૂલ તેની નીતિના ભાગ રૂપે ગ્રાહકો દ્વારા દૂધ અને દૂધની બનાવટો માટે ચૂકવેલા દરેક રૂપિયાના લગભગ ૮૦ પૈસા દૂધ ઉત્પાદકોને ચૂકવે છે. કિંમતમાં સુધારો અમારાં દૂધ ઉત્પાદકોને દૂધની લાભદાયી કિંમતો જાળવી રાખવામાં સહાયક બનશે અને તેમને દૂધનું વધુ ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરશે.

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોનાના નવા 08 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 73 થઈ

આ પણ વાંચો :  સુરતમાં 20 લાખની ચોરીના કેસમાં પોલીસે 12 લાખ રોકડ સાથે એક યુવકને ઝડપાયો, મુખ્ય આરોપી હજુ ફરાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 8:44 pm, Thu, 7 April 22