અમરેલીનાં બાબરકોટની હિંસક સિંહણ આખરે હંમેશા માટે શાંત થઈ ગઈ, 23 કલાક સુધી ચાલ્યું હતું મેગા ઓપરેશન

|

Jul 20, 2022 | 5:26 PM

અમરેલીના (Amreli) બાબરકોટમાં પાંજરે પૂરાયેલી અને તે પહેલા રીતસર આંતક મચાવી ચૂકેલી સિંહણનું આખરે મોત થયું હતું. તે પહેલા વનવિભાગ દ્વારા આ સિંહણના સેમ્પલ લઇને પરિક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. હુમલાખોર સિંહણે એક જ દિવસમાં 6 લોકોને ઇજાગ્રસ્ત કર્યાં હતા.

અમરેલીનાં બાબરકોટની હિંસક સિંહણ આખરે હંમેશા માટે શાંત થઈ ગઈ, 23 કલાક સુધી ચાલ્યું હતું મેગા ઓપરેશન
Lioness Death
Image Credit source: File Photo

Follow us on

અમરેલીના  (Amreli) બાબરકોટમાં પાંજરે પૂરાયેલી અને તે પહેલા રીતસર આંતક મચાવી ચૂકેલી સિંહણનું  (Lioness Death) આખરે મોત થયું હતું. તે પહેલા વનવિભાગ દ્વારા આ સિંહણના સેમ્પલ લઇને પરિક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. હુમલાખોર સિંહણે એક જ દિવસમાં 6  લોકોને ઇજાગ્રસ્ત કર્યાં હતા. આ સિંહણનું મોત બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે થયું હતું. સમગ્ર મામલે પાલિતાણા શેત્રુંજી ડીવીઝનના DCF જયન પટેલે ટીવી 9 ડિજિટલને જણાવ્યું હતું કે હુમલાખોર સિંહણનું મોત થયું છે અને તેના તેમના સેમ્પલ લઇને લેબમાં મોકલવામાં આવ્યા છે અને એ જ વિસ્તારમાં વન વિભાગ દ્વારા અન્ય સિંહોના સ્કેનિંગ શરૂ કરવામાં આવ્યા છે. આ સિંહણ દ્વારા 3 દિવસ પહેલા અન્ય સિંહને બચકુ ભર્યું હતું જેના કારણે તે સિંહ અને તેમના આખા ગ્રુપનું રેસ્ક્યુ ઓપરેશન કરી સ્કેનિંગ શરૂ કર્યું છે કેમ કે જો હડકવા હોય તો અન્ય સિંહોમાં મોટો રોગ ફેલાઈ શકે છે જેની તકેદારીના ભાગરૂપે અન્ય સિંહોના સ્કેનિંગ શરૂ કર્યા છે.

સિંહણને હડકવા હોવાની શંકા

સિંહણ દ્વારા 3 દિવસ પહેલા અન્ય સિંહને બચકું ભર્યું હતું જેના કારણે તે સિંહ અને તેમના આખા ગ્રુપનું રેસ્ક્યુ ઓપરેશન કરી સ્કેનિંગ શરૂ કર્યું છે કેમ કે જો હડકવા હોય તો અન્ય સિંહોમાં મોટો રોગ ફેલાય શકે છે જેની તકેદારીના ભાગરૂપે અન્ય સિંહોના સ્કેનિંગ શરૂ કર્યા છે. કારણ કે આ સિંહને હડકવાની (rabies) અસર હોવાની પણ વનવિભાગને શંકા હતી. જો આમ હોય તો અન્ય સિંહોને પણ હડકવા ઉપડી શકે છે આથી આ સિંહોનું સ્કેનિંગ શરૂ કરવામાં આવ્યું છે. તારીખ 17 જૂલાઇના રોજ એક જ દિવસમાં હુમલાખોર સિંહણે કુલ છ લોકો પર હુમલો કર્યો હતો. રવિવારે સવારે સિંહણે માઈન્સ વિસ્તારમાંથી બહાર આવીને 3 વ્યક્તિ પર હુમલો કરતા સારવાર અર્થે ખસેડાયા હતા. જે બાદ સિંહણને પાંજરે પૂરવાની કવાયત ચાલતી હતી તે સમયે પણ સિંહણે ફરી ત્રણ વ્યક્તિઓને નિશાન બનાવ્યા હતા. તે સમયે લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.

સતતત 23 કલાક સુધી વનવિભાગે કર્યું મેગા આપરેશન

અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક 2 દિવસ પહેલા સિંહણે હાહાકાર મચાવ્યો હતો હતો. એક જ દિવસમાં સવારે તથા સાંજે ગ્રામજનો પર હુમલા કર્યા હતા તેથી ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવતા હતા. એક સાથે 6 લોકો ઉપર હુમલા કર્યા હતા અને અફડા તફડી મચાવી હતી. 23 કલાક સુધી વનવિભાગના  અધિકારીઓના કાફલા સાથે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો

A mega operation was conducted with a convoy of forest officials for 23 hours

તે ઓપરેશન દરમ્યાન પણ સિંહણ દોડધામ કરતી હતી અને એ વચ્ચે સિંહણ દ્વારા લોકો ઉપર સતત હુમલા કરતા હતા આ વચ્ચે સિંહણને પાંજરે પુરી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ ત્યારબાદ વનવિભાગ દ્વારા સિંહણના સેમ્પલ લેવાયા હતા અને સિંહણને કોઈ હડકવા છે કે કેમ.? તે માટે સેમ્પલ લઈ લેબમાં મોકલવામાં આવ્યા હતા, તેવા સમયે સિંહણનું મોત નીપજ્યું હતું.

સિંહણને પાંજરે પૂરતી વખતે અસ્થિર મગજની જાહેર કરી હતી

સિંહણ આક્રમણ રીતે ભાગદોડ કરતી હતી અને સિંહણ રહેણાંક વિસ્તારમાં ઘૂસી જાય તો મોટી દુર્ઘટનાઓ બને તેમ હોવાને કારણે સિંહણને તાત્કાલિક અસ્થિર મગજની જાહેર કરવામાં આવી હતી. જોકે સિંહણના મોત બાદ પણ હાલમાં વન વિભાગની ચિંતામાં વધારો થયો છે કેમ કે આ સિંહણે  3 દિવસ પહેલા અન્ય સિંહને બચકુ ભરી લીધું હતું. જેના કારણે તે સિંહ અને તેમના આખા ગ્રુપનું રેસ્ક્યુ ઓપરેશન કરી સ્કેનિંગ શરૂ કર્યું છે કેમ કે જો હડકવા હોય તો અન્ય સિંહોમાં મોટો રોગ ફેલાય શકે છે જેની તકેદારીના ભાગરૂપે અન્ય સિંહોના સ્કેનિંગ શરૂ કર્યા છે.

વર્ષ 2014માં બની હતી આવી ઘટના

વર્ષ 2014માં રાજુલા તાલુકાના કથીવદર ગામમાં સિંહણ વહેલી સવારથી બપોર સુધી આતંક મચાવ્યો હતો અને 5 થી વધુ લોકોને ઘાયલ કર્યાં હતા. આમ રસ્તા વચ્ચે અનેક લોકો ઉપર હુમલા કર્યા હતા અને સાંજ સુધી આ ઘટના ક્રમ ચાલ્યો હતો કુલ 8 થી વધુ લોકો ઉપર હુમલા કર્યા હતા અંતે સિંહણ મજાદર ગામમાં પહોંચી હતી, જ્યાં વન વિભાગે મોટા કાફલા સાથે તેમનો ઘેરાવ કર્યો હતો ત્યાં સિંહણને બેભાન કરીને તેને પાંજરે પૂરવામાં આવી હતી. એ સમયે વનવિભાગએ સિંહણને હડકવા જાહેર કર્યો હતો અને 2 દિવસ બાદ તેનું પણ મોત થયું હતું. ત્યારે ફરી વખત જાફરાબાદના બાબરકોટ ગામમાં આ પ્રકારની ઘટના બની હતી.

 

સ્ટોરી ઇનપુટ ક્રેડિટઃ જયદેવ કાઠી- અમરેલી

 

Published On - 5:23 pm, Wed, 20 July 22

Next Article