Amreli: જાફરાબાદથી 50 નોટિકલ માઈલ દૂર ફરી ખલાસીનો અકસ્માત, કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી કરાશે રેસ્ક્યુ

|

May 20, 2022 | 8:09 PM

અમરેલી જિલ્લાના જાફરાબાદથી 50 નોટિકલ માઈલ દૂર ફરી ખલાસીનો અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બોટની એંકર વાગી જવાના કારણે ખલાસીને ગંભીર ઇજા થઈ હતી.

Amreli: જાફરાબાદથી 50 નોટિકલ માઈલ દૂર ફરી ખલાસીનો અકસ્માત, કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી કરાશે રેસ્ક્યુ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Amreli: અમરેલી જિલ્લાના જાફરાબાદથી (Jafrabad sea) 50 નોટિકલ માઈલ દૂર ફરી ખલાસીનો અકસ્માત (Accident) થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બોટની એંકર વાગી જવાના કારણે ખલાસીને ગંભીર ઇજા થઈ હતી. મધ દરિયે ગંભીર સ્થિતિમાં હોવાને કારણે કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી છે. પોરબંદર કોસ્ટગાર્ડની ટીમ હેલિકોપ્ટર મારફતે મધ દરિયે રવાના થઈ હતી. ખલાસીને બચાવવા માટે કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવશે. મહત્વનું છે કે, હેલિકોપ્ટર સાથે પીપાવાવ કોસ્ટગાર્ડની શિપ પણ બચાવવા થોડીવારમાં રવાના થશે. 2 દિવસ પહેલા એક ખલાસીનું મધ દરિયામાં મોત થયુ હતુ આજે ફરી ત્રીજી ઘટના બની છે.

દરિયામાં અકસ્માત થતાં એક માછીમારનું મોત

મહત્વનું છે કે, બે દિવસ પહેલા પણ દરિયામાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક માછીમારનું મોત થયું છે. માછીમારી સમયે અકસ્માત થતાં સાત માછીમારોમાંથી એકનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી. બનાવની વાત કરીએ તો સાત માછીમારો જાફરાબાદ દરિયામાં માછીમારી કરવા માટે ગયા હતા. જે દરમિયાન બોટમાં બોથડ પદાર્થ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેની જાણ પીપાવાવ કોસ્ટગાર્ડને કરવામાં આવી હતી. જો કે કોસ્ટગાર્ડની ટીમ પહોંચે તે પહેલા જ બોટમાં સવાર સાત માછીમારોમાંથી એકનું મોત થયું હતું.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

લાઠી રોડ પર બે કારમાં આગ લાગી

અમરેલીના લાઠી રોડ પર બે કારમાં આગ લાગી (car caught fire) હોવાની ઘટના સામે આવી હતી. હુંડાઈ શોરૂમની બાજુમાં આવેલ ગેરેજમાં બે કારમાં આગ લગી હતી. આગની જાણ થતાની સાથે જ ફાયરની ટિમે (Fire team) ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ભીષણ આગમાં બંને કાર આગમાં બળીને થઈ ખાખ થઈ ગઈ હતી. મહત્વનું છે કે, હાલ આ આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે.

Next Article