દેશભરમાં આજે રામનવમીની રંગે ચંગે ઉજવણી આવી. ત્યારે અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. જેમા જાફરાબાદ શહેરમાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં સ્થાનિક હિન્દુ સમાજના લોકો જોડાયા હતા.
સ્થાનિક ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી બુલડોઝર બાબાની જેમ બુલડોઝર ઉપર ચડી ધજા ફરકાવી ભગવો લહેરાવી અલંગ અંદાજમાં એન્ટ્રી કરી શોભાયાત્રામાં જોડાયા હતા. સમગ્ર શહેરમાં આ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. બુલડોઝરમાં ધારાસભ્ય હીરા સોલંકી ચડ્યા જેના કારણે કાર્યકરોમાં ભારે ઉત્સાહ છવાયો અને જય જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
આ પણ વાંચો: રામનવમી પર રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા ઉમટી ભીડ, તમે પણ ઘરે બેઠા કરો દર્શન, જુઓ PHOTOS
સમગ્ર શહેર જાણે રામમય બન્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. આ શોભાયાત્રાની સાથે 3 કરતા વધુ જેસીબીઓ જોડાયા હતા. જેમાં ધારાસભ્ય હીરા સોલંકી સમર્થકો ઉમટી આવ્યા હતા. જેના કારણે શોભાયાત્રાની અનોખી રીતે ઉજવણી જોવા મળી હતી. આ બુલડોઝરવાળી શોભાયાત્રામાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો અને ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા હતા અને આ બુલડોઝર ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યુ હતુ.
ઈનપુટ ક્રેડિટ- જયદેવ કાઠી- અમરેલી
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…