ગુજરાતમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 9:06 કલાકે અમરેલી પાસે 3.1 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિમી દૂર છે.
Follow us on
ગુજરાતમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 9:06 કલાકે અમરેલી પાસે 3.1 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિમી દૂર છે. હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકશાનના સમાચાર સામે આવ્યા નથી. પરતું વારંવાર ગુજરાતમાં આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.જણાવી દઈએ કે આ પહેલા પણ અમેરલી સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે.
હાલમાં જ તુર્કિયે અને સીરિયામાં વિનાશકારી ભૂકંપને કારણે આજદિન સુધીમાં લગભગ 50 હજાર લોકોના મોત થયા છે, જ્યારે 1 લાખથી વધારે ઘાયલ થયા છે. જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરીના રોજ તુર્કિયેના દક્ષિણ-પૂર્વી અને સીરિયાના ઉત્તર-પશ્વિમ ભાગમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ પણ નાના મોટા ભૂકંપના આંચકા આ ક્ષેત્રમાં અનુભવાયા હતા.
ફેબ્રઆરીમાં વારંવાર ધ્રુજી ગુજરાતની ધરા
આજે 23 ફેબ્રુઆરીના રોજ અમરેલી પાસે 3.1ની તીવ્રતાનો ભૂકંપો આંચકો અનુભવાયો.
20 ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈ પાસે સવારે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.
19 ફેબ્રુઆરીના રોજ અમરેલી પાસે સવારે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો.
12 ફેબ્રુઆરીના રોજ રાત્રે 2.44 કલાકે તાલાલાથી 7 કિમી દૂર 2.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
11 ફેબ્રુઆરીના રોજ બપોરે 1.51 કલાકે કચ્છના દુધઈમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
11 ફેબ્રુઆરીના રોજ રાત્રે 12.52 કલાકે સુરતમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
9 ફેબ્રુઆરીના રોજ કચ્છના દુધઈમાં બપોરે 1.45 કલાકે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
8 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સાંજે 9.08 કલાકે 3.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
6 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સાંજે 9.10 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
5 ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં સવારે 11.11 કલાકે 3.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના ગોંડલમાં સાંજે 8.15 કલાકે 2.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં સવારે 7.51 કલાકે 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
4 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના અમરેલીમાં રાત્રે 10.47 કલાકે 2.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં પણ ભૂકંપના નાના-મોટા આંચકાઓ અનુભવાયા હતા. ફેબ્રુઆરીની શરુઆતથી જ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં કુલ 10 વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
અરુણાચલ પ્રદેશમાં પણ મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા
તો આ તરફ અરુણાચલ પ્રદેશમાં પણ મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ છે, લગભગ રાત્રે 2.25 વાગ્યે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આજે ચીન અને તાકિસ્તાનમાં પણ આવ્યો ભૂકંપ
ચીન અને તાજિકિસ્તાનમાં આજે દિવસની શરૂઆત ભૂકંપના મોટા આંચકા સાથે થઈ હતી. ચીનના શિનજિયાંગ ક્ષેત્ર અને તાજિકિસ્તાનની સરહદ નજીક 6.8 તીવ્રતાનો તીવ્ર ભૂકંપનો આંચકો અુભવાયો હતો. જો કે ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.