Amreli: મહિલાને પરિવારજનોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી, નોંધાઈ પોલીસ ફરીયાદ

|

May 10, 2022 | 5:26 PM

મહિલા સાથે મનદુખ થતા પતિ, જેઠ જેઠાણી, નણંદે બોલાચાલી કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આટલું જ નહીં મહિલાને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

Amreli: મહિલાને પરિવારજનોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી, નોંધાઈ પોલીસ ફરીયાદ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Amreli: રાજુલાના ધુડીયા આગરીયામા એક મહિલા તેના માનેલા ભાઇ સાથે બાઇકમા બેસી જતા હોય જેનુ મનદુખ રાખી પતિ, જેઠ જેઠાણી, નણંદ વિગેરેએ બોલાચાલી કરી માર માર્યો (Fights with women) હોવાની ઘટના સામે આવી છે. આટલું જ નહીં મહિલાને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ હાલ આમામલે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે. મહત્વનું છે કે, મહિલાને માર મારવાની ઘટના ધુડીયા આગરીયામા બની હતી.

આ ગમામાં રહેતા શિલ્પાબેન પરમાર નામના મહિલાએ રાજુલા પોલીસ (Rajul Police) મથકમા ફરીયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું કે, તેમના માનેલા ભાઇ તેનુ મોટર સાયકલ લઇ તેમને પાછળ બેસાડી થોરડી મુકવા માટે આવતા હતા ત્યારે ધુડીયા આગરીયા નજીક પતિ અને જેઠ જેઠાણી, નણંદ વિગેરે જોઇ ગયા હતા. જેથી આ આ વાતનું દુ:ખ રાખી પતિ હરેશભાઇ કંચનબેન, મંજુબેન વિગેરેએ શિલ્પાબેન તથા નાજાભાઇને ગાળો આપી માર માર્યો હતો. જે બાદ મારી નાખવાની પણ ધમકી આપી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મહિલાને કેસ પાછો ખેંચવાને લઈ 4 શખ્સોએ માર્યો માર

મહત્વનું છે કે, થોડા દીવસ પહેલા શહેરમાં મહિલા સાથે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી હતી. શહેરના કુંકાવાવ રોડ પર રહેતી એક મહિલાને કેસ પાછો ખેંચી લેવાનુ કહી ચાર શખ્સોએ મારમારી કરીને ઇજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી હતી. મહિલાએ આ ઘટનાને લઈને અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. મહત્વનું છે કે, મહિલાને મારમાર્યાની આ ઘટના અમરેલીમા કુંકાવાવ રોડ પર ભારતનગરમા બની હતી.

Next Article