અમરેલી SP હિમકર સિંહનો સપાટો, 1 PSI અને 9 પોલીસકર્મીની એક સાથે હેડક્વાર્ટર બદલી કરતા પોલીસબેડામાં ખળભળાટ

|

Sep 19, 2023 | 11:15 PM

Amreli: અમરેલી જિલ્લાના SP હિમકર સિંહે 1 PSI અને 9 પોલીસકર્મીની એકસાથે હેડક્વાર્ટર બદલી કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર જિલ્લામાં એકસાથે 10 પોલીસકર્મીની બદલી કરાઈ છે. સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાંથી 2 દિવસ પહેલા 1 આરોપીની ધરપકડ બાદ આરોપી પાસેથી મોબાઈલ મળી આવ્યો હતચો. આરોપીએ પોલીસ સ્ટેશનમાંથી કેટલાક સિનિયર અધિકારીઓને કોલ કરતા SPએ તપાસ બાદ કાર્યવાહી કરી છે.

અમરેલી SP હિમકર સિંહનો સપાટો, 1 PSI અને 9 પોલીસકર્મીની એક સાથે હેડક્વાર્ટર બદલી કરતા પોલીસબેડામાં ખળભળાટ

Follow us on

Amreli: અમરેલી જિલ્લામાં SP હિમકર સિંહ છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ કર્મચારીઓની ફરજ પર કેટલી બેદરકારી હોય છે તેના ઉપર ખાસ નજર રાખી રહ્યા છે. પોલીસ સ્ટેશનની ગતિવિધિ ઉપર ખાનગી રાહે નજર રાખતા હોય છે. SPએ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના 1 PSI અને 9 પોલીસ કર્મચારીઓની સામુહિક બદલી કરી નાખતા સમગ્ર જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. અહીં એક સાથે હેડક્વાર્ટર ડી.સ્ટાફ રાઈટર સહિત જવાબદાર અધિકારી અને જવાબદાર કર્મચારીઓની SP હિમકર સિંહએ બદલી કરી છે. આ પોલીસકર્મીઓ સામે SPની કાર્યવાહીથી જિલ્લા પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી ગયો છે. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં જિલ્લા SPએ મોટી કાર્યવાહી કરી ખાખી કાયદા બહાર ન જાય તેનો સંદેશ આપી દીધો છે.

ક્યા અધિકારી અને પોલીસ કર્મચારીને હેડક્વાર્ટર ખસેડયા

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી.એમ.સીસોદીયા,પોલીસ કર્મચારી અમાનભાઈ યાસીનભાઈ કાજી, રવીકુમાર કિશોરભાઈ જોશી, રમેશભાઈ બીજલભાઈ સોલંકી, ગૌરવભાઈ જીલુભાઈ બોદર, હિંગળાજસિંહ પ્રદ્યુમ્નસિંહ ગોહિલ, સુરેશભાઈ રામભાઈ ઢુંઢળીયા, વનરાજ ગભાભાઈ પસવાળા, હરેશભાઇ વશરામભાઈ કાતરીયા, જીતુભાઈ ગોબરભાઈ સરવૈયા સહિત 9 પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

1 PSI અને 9 પોલીએ કર્મચારીઓની હેડક્વાટર બદલી કરાઈ

સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાંથી આરોપીએ સિનિયર અધિકારીઓને પોતાના મોબાઈલમાંથી ફોન કર્યો હતો. કેટલાક ઉચ્ચ અધિકારીઓએ કોલ કરતા તપાસ કરતા કોલ કરનારા આરોપી પોલીસ સ્ટેશનમાં હતો. જ્યારે સમગ્ર ઘટનાની માહિતી અમરેલી SPને મળતા SPએ તપાસ શરૂ કરી. આરોપી કેવી રીતે મોબાઈલ ફોન પોલીસ સ્ટેશનમાં ઉપયોગમાં લઈ શકે, આ બાબતે જિલ્લા પોલીસ વડાએ ગંભીરતા દાખવી પોલીસ સ્ટેશનમાં હાજર રહેલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીની તપાસ કર્યા બાદ કાર્યવાહી હાથ ધરી છે.

Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ
Vastu Tips : રસોડાની આ દિશામાં વાસણ રાખો, તમારી આર્થિક સ્થિતિ બનશે મજબૂત !

tv9 ડિજિટલ દ્વારા અમરેલી SP હિમકર સિંહ સાથે વાતચીત કરતા કહ્યું 1 PSI અને 9 પોલીસ કર્મચારીઓને હેડક્વાટર 1 માસ માટે બદલી કરી છે. સાવરકુંડલા ટાઉનમાં એક લૂંટનો આરોપી અટક કર્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મોબાઈલમાં વાત કરતો હતો. તેનાથી પોલીસની ઇમેજ ખરાબ થાય છે, જે કારણોસર તેમની હેડક્વાટર એટેસ પર બદલી કરી દેવાય છે

આ પણ વાંચો: Vadodara: રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં શ્રીજીની સ્થાપના, 84 વર્ષ ચાલી રહી છે આ પરંપરા, જુઓ Photos

અગાવ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનનું વિસર્જન કર્યું હતું

અગાવ અમરેલીના તત્કાલીન એસપી નિર્લિપ્ત રાયએ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદો મળતા આખું પોલીસ સ્ટેશન બદલી દીધું હતું. તમામ પોલીસ કર્મચારીઓને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બદલી કરી મોટી કાર્યવાહી કરી હતી. આજે ફરી અમરેલી SP હિમકર સિંહએ 10 કર્મચારીઓની બદલી કરી સપાટો બોલાવ્યો છે.

Input Credit- Jaydev Kathi- Amreli

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article