“મેં દીકરીને 25 વર્ષની કરી અને 25 દિવસમાં મારી વિરુદ્ધ થઈ ગઈ”, મુસ્લિમ સાથે ભાગી જનાર દીકરીના પિતાનો વલોપાત- Video

અમરેલીના રાજુલાની હિંદુ યુવતી મુસ્લિમ યુવક સાથે ભાગીને હૈદરાબાદ જતી રહી છે. ત્યારે એક મજબુર પિતાની વેદના સામે આવી છે. પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યુ કે મે મારી દીકરીને 25 વર્ષની કરી અને એ 25 દિવસમાં મારી વિરુદ્ધ જઈને મુસ્લિમ છોકરા સાથે ભાગી ગઈ. પિતાએ આજીજી કરતા કહ્યુ મારી દીકરી ને પાછી લાવી આપો.

મેં દીકરીને 25 વર્ષની કરી અને 25 દિવસમાં મારી વિરુદ્ધ થઈ ગઈ, મુસ્લિમ સાથે ભાગી જનાર દીકરીના પિતાનો વલોપાત- Video
| Edited By: | Updated on: Mar 24, 2026 | 4:40 PM

અમરેલીના રાજુલામાં થોડા દિવસ પહેલા હિંદુ યુવતી મુસ્લિમ યુવક સાથે ભાગી જતા આ વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. હાલ આ દીકરીના પિતા વલોપાત કરી રહ્યા છે. દીકરીના પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યુ કે મે મારી દીકરીને 25 વર્ષની કરી અને 25 દિવસમાં મારી વિરુદ્ધ થઈ ગઈ. હિંદુ યુવતીને મુસલમાન ભગાડી જાય એ લવ જેહાદ નથી તો બીજુ શું? પિતાએ કાયદાના રખેવાળો સામે અને ગૃહરાજ્યમંત્રીને પણ આડકતરી રીતે જણાવ્યુ કે ગુજરાતમાં આટલા મોટા નેતાઓ બેઠા હોય અને મારી દીકરીને પાછી ન લાવી આપી શકે તો શું કામના?

“કેરાલા સ્ટોરી ટુ સુધી આવ્યુ છે થ્રી પણ બનતા વાર નહીં લાગે”- મજબુર પિતાની વેદના

હાલ નેહા પરમારના પિતા રડતા રડતા જણાવે છે કે હું સરકારને વિનંતિ કરુ છુ કે મારી દીકરી મને પાછી લાવી આપો. નેહા મુસ્લિમ યુવક સાથે ભાગીને હૈદરાબાદ જતી રહી છે અને તેમના માતાપિતા વિરુદ્ધ આક્ષેપો કરતા વીડિયો બનાવીને વાયરલ કરી રહી છે ત્યારે આ વીડિયો અંગે પણ નેહાના પિતાએ જણાવ્યુ કે તેમની દીકરી કોઈના કહેવામાં આવી જઈને ખોટા ખોટા વીડિયો બનાવી રહી છે. મારી તેને વિનંતિ છે કે એ આવા ખોટા વીડિયો ન બનાવે.

બીજી તરફ મુસ્લિમ યુવક સાથે ભાગી જનારા દીકરીના પિતાએ એવી પણ ભીતિ વ્યક્ત કરી કે આજે મારા ઘરમાંથી ગઈ છે. કાલે કોની કોની દીકરીઓ આ રીતે ભાગી જશે તે કંઈ કહી ન શકાય કેરાલા સ્ટોરી વન આવ્યુ, ટુ આવ્યુ હવે થ્રી આવતા વાર નહીં લાગે. જો અત્યારે જાગશે નહીં તો આ જ રીતે દીકરીઓ જતી રહેશે. હાલ તો પિતાએ દીકરીને પરત આવવા વિનંતિ કરી છે તો બીજી તરફ સરકાર સમક્ષ પણ દીકરીને પાછી લાવવા આજીજી કરી રહ્યા છે.

Input Credit- Jaydev Kathi- Amreli

ગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ થતા પહેલા AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ Tv9 સાથે કરી ખાસ વાતચીત– UCC ને ગણાવ્યુ વર્ગવિગ્રહ કરાવતુ બિલ

 

Published On - 3:54 pm, Tue, 24 March 26

Follow Us