AMRELI: જુઓ તારાજીના આકાશી દ્રશ્યો – ખેતરમાંથી પાણી તો ઓસરી જશે, નુકસાન અને તેની અસર ક્યારે ઓસરશે?

|

Sep 30, 2021 | 8:28 PM

અમરેલી જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. તેમજ ઘણા તાલુકાઓમાં ખેતરો બેટમાં પરિણમ્યા હતા.

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું છે. આવામાં લિલિયા તાલુકામાં ખેતરોમાં વરસાદી પાણી ભારાયા છે. લિલિયાથી જે દ્રશ્યો આવ્યા છે તે ચોંકાવનારા છે. ખરેખરમાં લિલિયાના ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. દ્રશ્યોથી લાગે છે કે સમગ્ર વિસ્તાર બેટમાં પરિણમ્યો છે. આવામાં તમે પણ જોઈ શકો છો લિલિયા તાલુકાના આકાશી દ્રશ્યો. આ સ્થિતિમાં ખેતરોમાં પાણી ભરાતા પાકને મોટું નુકસાન થયાનું માનવામાં આવી રહ્યું છે. જો કે હાલ પાણી ઓસરી ગયા છે. પરંતુ થયેલું નુકસાન અને તેની અસર ક્યારે ઓસરશે તે તો સમય જ બતાવશે.

જણાવી દઈએ કે અમરેલી જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ઘણી જગ્યાએ લોકો ફસાયાના પણ અહેવાલ આવ્યા હતા. અમરેલી જિલ્લામાં બે અલગ અલગ સ્થળો પર પૂરના પાણીમાં 21 લોકો ફસાઈ જતા પોલીસ અને NDRFની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી તમામને બચાવ્યા હતા. આ ઉપરાંત અમરેલી તાલુકામાં આવેલા બાબાપુર ગામના પાટિયા પાસે સાતલડી નદીમાં પૂર આવતા બરોડા તરફથી સરંભડા ગામ આવી રહેલી બસ સાતલડી નદીના પાણીમાં ફસાઈ હતી. બસમાં સવાર 19 લોકો ફસાઈ ગયા હોવાની પોલીસને જાણ થતા અમરેલી તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી લોકોને બચાવ્યા હતા.

 

આ પણ વાંચો: Ahmedabad: સતત ત્રણ દિવસથી બિલ્ડર ગ્રુપ બી-સફલ પર IT ની તવાઇ, જાણો કેટલા કરોડની કરચોરીની આશંકા!

આ પણ વાંચો: Ahmedabad: પ્રાથમિક શાળાના બાળકોના જીવ સાથે રમત? પ્લાસ્ટિકના ચોખાનું વિતરણ કર્યાનો ગંભીર આરોપ, જુઓ વિડીયો

Next Video