VIDEO: RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસમાં દોષિતોને આજીવન કેદની સજા

|

Jul 11, 2019 | 6:57 AM

RTI એક્ટીવિસ્ટ અમિત જેઠવાની હત્યાના ચકચારી કેસમાં CBI કોર્ટે ચુકાદો આપતા દોષિતોને આજીવન કેદ ફટકારી છે. પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત તમામ 7 દોષિતોને સજાનું એલાન કર્યું છે. અમિત જેઠવાની હત્યાના કેસને લઈ તેના પિતા લાંબા સમયથી લડત કરી રહ્યા હતા. જેનો આજે ચુકાદો આવ્યો છે. આ પણ વાંચોઃ VIDEO: અમરનાથની યાત્રાએ ગયેલા 2 […]

VIDEO: RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસમાં દોષિતોને આજીવન કેદની સજા

Follow us on

RTI એક્ટીવિસ્ટ અમિત જેઠવાની હત્યાના ચકચારી કેસમાં CBI કોર્ટે ચુકાદો આપતા દોષિતોને આજીવન કેદ ફટકારી છે. પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત તમામ 7 દોષિતોને સજાનું એલાન કર્યું છે. અમિત જેઠવાની હત્યાના કેસને લઈ તેના પિતા લાંબા સમયથી લડત કરી રહ્યા હતા. જેનો આજે ચુકાદો આવ્યો છે.

આ પણ વાંચોઃ VIDEO: અમરનાથની યાત્રાએ ગયેલા 2 ગુજરાતી શ્રદ્ધાળુના મોત, હવાઈ માર્ગે મૃતદેહ વડોદરા પહોંચશે

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે, આરટીઆઈ એક્ટિવીસ્ટ અમિત જેઠવાએ ગીરના જંગલોમાં ચાલતા ગેરકાયદે ખનન સામે અવાજ ઉઠાવ્યો હતો. તેઓ આ મુદ્દે હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા. જેમાં 20 જુલાઈ 2010માં હાઈકોર્ટની બહાર અજાણ્યા શખ્સોએ ગોળી મારીને તેમની હત્યા કરી હતી. જેમા સીબીઆઈ કોર્ટે ગત 6 તારીખના રોજ ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકી સહિત 7 આરોપીઓને CBI કોર્ટે દોષિત જાહેર કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ કેસની મહત્વની વિગતો પર નજર કરીએ તો, સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં અમિત જેઠવાના પિતાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતા. રિકોલ કરાયેલા 27 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી. જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતાં. જો કે, 91 સાક્ષીઓ અડગ રહ્યા હતા. જેના આધારે 9 વર્ષે દોષિતોને દંડ મળ્યો છે.

[yop_poll id=”1″]

Published On - 6:54 am, Thu, 11 July 19

Next Article