સમુદ્રમાં ‘સાગર શક્તિ’: રાજ્યમાં કેફી દ્રવ્ય ઘુસાડવાના સીલસીલા વચ્ચે ‘સાગર શક્તિ’ કવાયત, જાણો વિગત

|

Nov 19, 2021 | 8:26 AM

Sagar Shakti Abhiyan: ગુજરાતના દરિયામાં આજથી સાગર શક્તિ અભિયાન શરૂ થશે. રાજ્યમાં કેફી દ્રવ્ય ઘુસાડવાના સીલસીલા વચ્ચે ‘સાગર શક્તિ’ કવાયત મહત્વની માનવામાં આવી રહી છે.

સમુદ્રમાં ‘સાગર શક્તિ’: રાજ્યમાં કેફી દ્રવ્ય ઘુસાડવાના સીલસીલા વચ્ચે ‘સાગર શક્તિ’ કવાયત, જાણો વિગત
Indian Coastguard (File Image)

Follow us on

ગુજરાતમાં (Gujarat) કેફી દ્રવ્ય ઘુસાડવાના (Drugs smuggling) સીલસીલા વચ્ચે આજથી ‘સાગર શક્તિ’ કવાયત ( Sagar Shakti Abhiyan) શરૂ થશે. દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા આજથી બે દિવસ માટે અરબી સમુદ્રમાં ‘સાગર શક્તિ કવાયત’ શરૂ કરાશે. સીમા સુરક્ષા દળના નેજા હેઠળ બે દિવસ સુધી વિવિધ એજન્સી સમુદ્રી સુરક્ષા અભિયાનમાં જોડાશે. માછીમારોને (Fisherman) આ માટેની ગાઇડલાઇન આપવામાં આવી છે. હાલમાં સામેપાર પાકિસ્તાનમાં (Pakistan) બીજી કોઇ ખાસ મુવમેન્ટ નથી, પરંતુ કચ્છના જખૌના દરિયામાંથી અને દેવભૂમિ દ્વારકામાં બે સ્થળેથી ડ્રગ્સ પકડાવાના સીલસીલોને લઇ ‘સાગર શક્તિ’ કવાયતને મહત્વની માનવામાં આવી રહી છે.

સુરક્ષા એજન્સી તો સમુદ્રમાં સખત જાપ્તો રાખશે જ પરંતુ માછીમારોને પણ કોઇ શંકાસ્પદ કે ગેરકાનૂની પ્રવૃત્તિ અથવા રાષ્ટ્રીય સુરક્ષા વિરોધી હીલચાલ કરતી વ્યક્તિ કે બોટ નજરે પડે તો મરીન પોલીસ, સ્થાનિક પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓનો તાત્કાલિક સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

ગુજરાતના દરિયાકાંઠે વધી રહેલા ડ્રગ્સની ઘટનાઓ વચ્ચે માછીમારોને પણ ગાઇડલાઇન આપવામાં આવી છે. તેમને સુરક્ષા એજન્સીઓની સાથે સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. કહેવાયું છે કે જો કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ દેખાય તો સંપર્ક કરવો. તો માછીમારોને અપાયેલા સંદેશા અને સૂચનાનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ પણ કરવામાં આવી છે. સંકટ સમયે કોસ્ટગાર્ડનો ટોલ ફ્રી નંબર 1093 નો ઉપયોગ કરવા પણ અપીલ કરવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જણાવી દઈએ કે સાગર શક્તિ અભિયાન 19 અને 20 નવેમ્બર દરમિયાન કચ્છ સહિત ગુજરાતના દરિયામાં યોજાશે. તો મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, ભુજ 19 નવેમ્બરે સવારે 8 વાગ્યાથી કન્ટ્રોલરુમ ચાલુ કરવામાં આવવાની માહિતી પણ સામે આવી છે. આ કંટ્રોલરૂમના નંબર 02832 253385 તથા ફેક્સ નંબર 02832 250292 રહેશે. અહીં એક રજીસ્ટર બનાવાશે અને અભિયાન સાથે સંકળાયેલી તમામ એજન્સી સાથે સંપર્ક રખાશે.

 

આ પણ વાંચો: Hyderpora encounter : હૈદરપોરા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બે લોકોની લાશ કબરમાંથી કાઢી, એન્કાઉન્ટરની થશે ન્યાયિક તપાસ

આ પણ વાંચો: International Men’s Day 2021: ભારતમાં 2007થી ઉજવાય છે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ, વિશ્વના 80 દેશ મનાવે છે પુરૂષ દિવસ

Next Article