વડાપ્રધાન મોદીની દેશને નવરાત્રિ પર ભેટ, જાણો લોકાર્પણ કરાયેલી સૌથી મોટી કાર્ડિયાક હોસ્પિટલ યુ.એન મહેતા હૉસ્પિટલની વિશેષતાઓ

|

Oct 25, 2020 | 9:37 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવરાત્રિની અષ્ટમીએ ગુજરાતમાં અલગ અલગ  પ્રકલ્પોનું ડિજિટલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં અમદાવાદમાં એશિયાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલના કેમ્પસમાં કાર્યરત યુ.એન મહેતા પીડિયાટ્રીક હાર્ટ હૉસ્પિટલનું પીએમ મોદી દ્વાર લોકાર્પણ કરવામાં આવ્યું.નાના બાળકો કે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બિમારી ધરાવતા હોય તેમને હૃદયરોગની સારવાર આપવા માટે અલાયદી વ્યવસ્થા આ હૉસ્પિટલમાં […]

વડાપ્રધાન મોદીની દેશને નવરાત્રિ પર ભેટ, જાણો લોકાર્પણ કરાયેલી સૌથી મોટી કાર્ડિયાક હોસ્પિટલ યુ.એન મહેતા હૉસ્પિટલની વિશેષતાઓ

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવરાત્રિની અષ્ટમીએ ગુજરાતમાં અલગ અલગ  પ્રકલ્પોનું ડિજિટલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં અમદાવાદમાં એશિયાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલના કેમ્પસમાં કાર્યરત યુ.એન મહેતા પીડિયાટ્રીક હાર્ટ હૉસ્પિટલનું પીએમ મોદી દ્વાર લોકાર્પણ કરવામાં આવ્યું.નાના બાળકો કે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બિમારી ધરાવતા હોય તેમને હૃદયરોગની સારવાર આપવા માટે અલાયદી વ્યવસ્થા આ હૉસ્પિટલમાં ઉભી કરાઇ છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

યુ એન મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને 470 કરોડ રૂપિયાના ખર્ચે વધુ સુસજ્જ બનાવીને અત્યાધુનિક સાધન-સારવારથી સજ્જ કરાઇ છે. જેમાં હૃદયરોગની શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે.યુ.એન મહેતા હૉસ્પિટલમાં વિશ્વની સૌથી મોટી કાર્ડિયાક હૉસ્પટિલમાંથી એક છે. મહત્વનું છે કે યુ.એન મહેતા હૉસ્પિટલમાં  હવે 1251 પથારીની સુવિધા ઉપલબ્ધ બનશે.

 

 

 

 

અત્યાધુનિક યુ.એન મહેતા હૉસ્પિટલની સુવિધાઓ

  • 1251 બેડની સુવિધા.
  • અત્યાધુનિક પીડિયાટ્રીક અને નવજાત માટે મધર અને નીઓનેટલ કેર આઇસીયુ.
  • દેશનું પેહલું અત્યાધુનિક કાર્ડિયાક આઈસીસીયુ ઑન વ્હીલ.
  • 6 અત્યાધુનિક કાર્ડિયાકા કેથ લેબ.
  • 12 કાર્ડિયાક મોડ્યુલર ઑપરેશન થિએટર.
  • હાર્ટ અને લંગ ટ્રાંસપ્લાંટ આઈસીસીયુ.
  • અત્યાધુનિક ઉપકરોણોથી સજ્જ આઇસીયુ
  • રિકવરી રુમ.
  • મધર મિલ્ક બેંક.

આપને જણાવી દઇએ કે યુ.એન મહેતા હૉસ્પિટલનું બિલ્ડિંગ પણ અત્યાધુનિક અને NABH (National Accreditation Board for Hospitals & Healthcare Providers) એક્રિડેટ છે. તેમજ બિલ્ડીંગ ગૃહ 3 સ્ટાર રેટિંગ વાળું અને લેટેસ્ટ ઇકો-ફ્રેંડલી ટેક્નોલોજી થી સજ્જ છે. વડાપ્રધાન મોદી દ્વારા  લોકાર્પણ કરવામાં આવેલ અત્યાધુનિક યુ.એન. મહેતા હૉસ્પિટલનો લાભ દૂર રહેતા દર્દીઓ મેળવી શકે તે માટે ખાસ પ્રકારની ટેલી કાર્ડિયોલોજી મોબાઇલ એપ પણ લૉન્ચ કરવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 2:19 pm, Sat, 24 October 20

Next Article