અમદાવાદમાં એક કલાક પડેલા વરસાદથી પાણી-પાણી, જુઓ દ્રશ્યમાં કે ક્યાં પાણી ભરાયું અને ક્યાં બંધ કરાયો અંડરબ્રિજ

|

Jun 24, 2020 | 11:51 AM

સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે. સામાન્ય તારીખ કરતા 6 દિવસ વહેલા ચોમાસાનું આગમન થયું છે. અગાઉ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. આજે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થયું છે. હવામાન વિભાગે તેની સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે ઠેકઠેકાણે વરસાદ […]

અમદાવાદમાં એક કલાક પડેલા વરસાદથી પાણી-પાણી, જુઓ દ્રશ્યમાં કે ક્યાં પાણી ભરાયું અને ક્યાં બંધ કરાયો અંડરબ્રિજ
http://tv9gujarati.in/amdaavad-ma-aavy…ya-bharaya-paani/

Follow us on

સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે. સામાન્ય તારીખ કરતા 6 દિવસ વહેલા ચોમાસાનું આગમન થયું છે. અગાઉ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. આજે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થયું છે. હવામાન વિભાગે તેની સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે ઠેકઠેકાણે વરસાદ પડ્યો હતો. કાળા ડિબાંગ વાદળો છવાયો હતા અને શરૂ થયેલા વરસાદે સપાટો બોલાવ્યો હતો. અનેક નીચાણવાળા સ્થળે પાણી ભરાઈ ગયા હતા.

અમદાવાદ મહાનગરપાલિકાના શાસકોના અણઘડ વહિવટનો ભોગ શહેરીજનો દર વર્ષે ચોમાસામાં બને છે. સામાન્ય વરસાદમાં રોડ ઉપર પાણી ભરાઈ જવુ તે હવે અમદાવાદીઓ માટે નવાઈ નથી. દર વર્ષે ચોમાસામાં જ્યા પાણી ભરાય છે તે વિસ્તારમાં બીજા વર્ષના ચોમાસામાં વરસાદી પાણી ના ભરાય તેવુ આયોજન કરીને શહેરીજનોને સુવિધા આપવી જોઈએ. પરંતુ તેના બદલે દર વર્ષે ચોમાસામાં નવા નવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરીજનોને ભેટમાં મળી રહી છે. આજે પણ સ્થિતિ એવી જ રહી. સાવ સામાન્ય કહી શકાય તેવા વરસાદમાં અમદાવાદના મિઠાખળી અન્ડરબ્રિજ વાહનચાલકોની અવરજવર માટે બંધ કરી દેવાયો હતો. જુઓ વિડીયો

 

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Next Article