જેલના કેદીઓ પણ હવે મુક્ત થયા બાદ રોજગારી મેળવશે, કેદીઓના અભ્યાસ માટે દરેક જેલમાં આંબેડકર યુનિવર્સિટી સેન્ટર શરૂ કરશે

|

Mar 09, 2022 | 1:34 PM

સામાન્ય રીતે કેદીઓને જેલમાં સજા ભોગવીને સમાજમાં પરત ફરે છે ત્યારે તેમનો સ્વીકાર થતો નથી. ત્યારે હવે જેલમાં જ વિવિધ કોર્સ દ્વારા અભ્યાસ કરીને જેલમાંથી છૂટ્યા બાદ કેદીઓ સારા નાગરિક બની શકશે.

જેલના કેદીઓ પણ હવે મુક્ત થયા બાદ રોજગારી મેળવશે, કેદીઓના અભ્યાસ માટે દરેક જેલમાં આંબેડકર યુનિવર્સિટી સેન્ટર શરૂ કરશે
Dr. Baba Saheb Ambedkar Open University (File Image)

Follow us on

જેલના કેદીઓ જેલમાંથી મુક્તિ બાદ સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકે તેમજ રોજગારી (Employment) પણ મેળવી શકે તે માટે એક મહત્વનું પગલુ ભરવામાં આવ્યુ છે. અમદાવાદ (Ahmedabad)  જેલમાં સજા કાપી રહેલા કેદીઓ હવે જેલમાંથી મુક્તિ બાદ બેકારીનો સામનો નહી કરે. ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (Dr. Baba Saheb Ambedkar Open University) આગામી સમયમાં રાજ્યની તમામ જેલ (jail)માં અભ્યાસના સેન્ટર શરૂ કરશે.

ડો. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં વિવિધ પ્રકારના ડિસ્ટનસ લર્નિંગ કોર્સ ચાલી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા જેલમાં અભ્યાસમાં સેન્ટર શરુ કરાતા 600 જેટલા કેદીઓ પણ અભ્યાસનો લાભ લઇ રહ્યા છે અને હાલ રાજ્યની 20 જેલમાં અલગ અલગ કોર્ષના સેન્ટર આંબેડકર યુનિવર્સિટીના ચાલી રહ્યા છે પરંતુ હવે આગામી સમયમાં રાજયની દરેક જેલમાં અભ્યાસક્રમ માટેના સેન્ટર શરૂ કરવાનું આંબેડકર યુનિવર્સિટીનું આયોજન છે.

રોજ એક જામફળ ખાવાથી મળે છે આ 5 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
શિયાળામાં છાતીમાં જામી ગયો છે કફ, તો કરો આ ઉપાય
નવા વર્ષ 2025માં રાહુ-કેતુ, શનિ અને ગુરુ પોતાની ચાલ બદલશે, આ રાશિના લોકો થશે માલામાલ
Health News : રાજમા ખાવાથી થાય છે અઢળક લાભ, જાણો
Desi Ghee : શું તમને ચહેરા પર ઘી લગાવવાના ફાયદા ખબર છે?
વામિકા ગબ્બી શા માટે ઐશ્વર્યાનો આ 22 વર્ષ જૂનો રોલ કરવા માંગે છે?

સામાન્ય રીતે કેદીઓને જેલમાં સજા ભોગવીને સમાજમાં પરત ફરે છે ત્યારે તેમનો સ્વીકાર થતો નથી. ત્યારે હવે જેલમાં જ વિવિધ કોર્સ દ્વારા અભ્યાસ કરીને જેલમાંથી છૂટ્યા બાદ કેદીઓ સારા નાગરિક બની શકશે. સાથે જ જેલમાંથી છૂટ્યા બાદ તેમનું સમાજમાં પુનઃ સ્થાન પ્રાપ્ત થાય તે અને જોબ પ્લેસમેન્ટ મળે તેવા રોજગાર કોર્સ પણ આંબેડકર યુનિવર્સિટી શરૂ કરશે.

આગામી સમયમાં રાજ્યની તમામ જેલોમાં કેદીઓ માટે વિવિધ અભ્યાસક્રમ શરૂ કરવાનું આયોજન છે. કેદીઓ પણ સર્ટિફિકેટ અને BA જેવા વિષયમાં વધારે રસથી અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત જેલમાંથી છૂટ્યા બાદ કેદીને જોબ મળી પરિવારનું ગુજરાન ચલાવી શકે તેવા કોર્સ પણ યુનિવર્સિટી શરૂ કરશે. સામાન્ય રીતે આ વિધાર્થીઓ સર્ટિફિકેટ કોર્સમાં રસ દાખવતા હોય છે પણ સાથે MSW, PSW, BA માં પણ તેમની વધારે રુચિ જોવા મળી છે.

હાલમાં અલગ અલગ જેલોમાં 600 કેદીઓ પણ અભ્યાસનો લાભ લઇ રહ્યા છે. ડો. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા ડિપ્લોમા અને ડિગ્રીના ઘણા બધા સ્નાતક ,અનુસ્નાતક કોર્ષ ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં દિવ્યાંગો, ટ્રાન્સજેન્ડર, સેક્સવર્કર્સ પણ અભ્યાસ કરે છે. હાલમાં આંબેડકર યુનિવર્સિટીમાં 30 સ્પેશિયલ લર્નિંગ સેન્ટરમાં દિવ્યાંગો, ડિસેબલ લોકો ભણી રહ્યા છે. 100 જેટલા ટ્રાન્સજેન્ડર, 18 સેક્સવર્કર્સ પણ અભ્યાસનો લાભ લઇ જ રહ્યા છે આ તમામની ફી રાજ્યસરકાર દ્વારા ભરવામાં આવે છે. એટલે યુનિવર્સિટી તેમને ફ્રીમાં ભણાવે છે.

આ પણ વાંચો-

Ahmedabad: કોર્પોરેશનના વિવાદીત અધિકારીને ફરી ફરજ પર લેવાતા મહિલા કર્મચારીઓમાં રોષ, મેયર ઓફિસે પહોંચી વિરોધ નોંધાવ્યો

આ પણ વાંચો-

Jamnagar: હાપા માર્કેટીંગ યાર્ડમાં ધાણા-ડુંગળીની મબલખ આવક પણ ખેડૂતોને નુકસાન

Next Article