GPSC દ્વારા કરાયેલી એન્જીનીયરીંગ કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં કૌભાંડના આક્ષેપ

|

Jun 07, 2021 | 9:57 PM

NSUIએ એન્જીનીયરીંગ કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની આ ભરતીની પ્રક્રિયામાં અચાનક કરાયેલા બદલાવ સામે સવાલો ઉભા કર્યા છે.

GPSC દ્વારા કરાયેલી એન્જીનીયરીંગ કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં કૌભાંડના આક્ષેપ

Follow us on

GPSC દ્વારા કરાયેલી એન્જીનીયરીંગ કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં NSUI દ્વારા કૌભાંડના આક્ષેપ થયા છે. 2015-16માં રાજ્યની સરકારી એન્જીનીયરીંગ કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી બહાર પાડવામાં આવી હતી.એન્જીનીયરીંગ કોલેજોમાં મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ઇસી બ્રાન્ચમાં આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી જાહેર કરવામાં આવી હતી.

ઇસી બ્રાન્ચમાં 90 પ્રોફેસરોની ભરતી માટે GPSC દ્વારા 270 જેટલા ઉમેદવારોને ફાઇનલ ઇન્ટરવ્યૂમાં બોલાવ્યા હતા. જેમાં GPSC દ્વારા 19 જુલાઈ 2019ના રોજ ફાઇનલ ઇન્ટરવ્યૂનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.ફાઇનલ ઇન્ટરવ્યૂમાં 87 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.

GPSC દ્વારા કરાયેલી એન્જીનીયરીંગ કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની આ ભરતીમાં મિકેનિકલ બ્રાન્ચમાં 111 ઉમેદવારોની પસંદગીની જાહેરાત સામે રિવાઇઝ પરિણામમાં 24 ઉમેદવારોની જ પસંદગી કરવામાં આવી.જ્યારે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં 67માંથી 36 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ફાઇનલ ઇન્ટરવ્યૂ બાદ ઉમેદવારોની પસંદગી કર્યા બાદ આ 87 ઉમેદવારોને એક વર્ષ સુધી નિમણૂંકપત્રો આપવામાં આવ્યા નહોતા.ત્યાર બાદ GPSC દ્વારા એક વર્ષ બાદ રિવાઇઝ ફાઇનલ ઇન્ટરવ્યૂનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ રિવાઇઝ પરિણામમાં 87 ને બદલે 31 ઉમેદવારોને જ પસંદ કરાયા હતા. નિમણૂંકપત્રોની રાહ જોતા 59 ઉમેદવારો ડિસ્ક્વોલિફાય થયા હતા. GPSC દ્વારા 87 ઉમેદવારોને બદલે 31 ઉમેદવારોની જ ભરતી કરવામાં આવી તેવા આક્ષેપો NSUI દ્વારા  કરવામાં આવ્યાં છે.

NSUIએ એન્જીનીયરીંગ કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની આ ભરતીની પ્રક્રિયામાં અચાનક કરાયેલા બદલાવ સામે સવાલો ઉભા કર્યા છે. GPSCના ચેરમેન દિનેશ દાસા સામે NSUIએ ભરતીમાં કૌભાંડ આચારવાનો આક્ષેપ કર્યો છે. ઉમેદવારોનું પરિણામ કોના દબાણથી રિવાઇઝ કરાયું તેવો સવાલ NSUIએ ઉભો કર્યો છે.

NSUIના પ્રવક્તા સુધીર રાવલે જણાવ્યું હતું કે પાંચ પાંચ વર્ષથી નિમણૂંકની રાહ જોતા યુવાનોના નોકરીના સપનાઓ પર GPSCએ પાણી ફેરવી દીધું છે. પહેલા જાહેર કરવામાં આવેલા પરિણામમાં જેટલા ઉમેદવારો પસંદ થયા હતા તે એક વર્ષથી નિમણૂંકપત્રોની રાહ જોતા હતા.પરંતુ GPSCએ રાતો રાત ફાઇનલ ઇન્ટરવ્યૂનું પરિણામ રિવાઇઝ કરી ભરતીમાં કૌભાંડ આચર્યું છે.જો GPSC આ બાબતે યોગ્ય ખુલાસો નહીં કરે તો NSUI આંદોલન કરશે.

 

Published On - 9:56 pm, Mon, 7 June 21

Next Article