અમદાવાદના બાવળાના કાવીઠા ગામના ખેડૂતોનો જમીન સંપાદનના વળતરમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ

|

Oct 11, 2021 | 7:29 AM

અમદાવાદ જિલ્લાના બાવળાના કાવીથા ગામના ખેડૂતોને જમીન સંપાદનની વળતર ચુકવણીમાં અન્યાય થયો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. તેમજ ખેડૂતોની માંગ છે કે અન્ય ગામોની જેમ જ તેમને પણ વળતરની ઊંચી કિંમત ચૂકવવામાં આવે. 

અમદાવાદના બાવળાના કાવીઠા ગામના ખેડૂતોનો જમીન સંપાદનના વળતરમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ
Allegation of injustice in compensation of land acquisition to farmers of Kavitha village in Bavla Ahmedabad (File Photo)

Follow us on

અમદાવાદ(Ahmedabad)  જિલ્લાના બાવળા(Bavla) તાલુકાના કાવીઠા ગામના ખેડૂતોને અન્યાય થયો હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં અમદાવાદથી ધોલેરા એક્સપ્રેસ હાઈવે (Dholera Express Highway) કાવીઠા ગામમાંથી(Kavitha Village) નીકળે છે. એક્સપ્રેસ હાઇવે માટે કાવીઠા ગામની 940 વિઘા જમીન સંપાદન કરવામાં આવી છે.. કાવીઠા ગામના ખેડૂતના ખેતરની બાજુમાં આવેલા ચાચરવાળી વાસણાના ખેડૂતોને વીઘા દીઠ 84 લાખ રૂપિયા વળતર ચુકવવામાં આવ્યા છે.

જ્યારે કાવીઠાથી અડધો કિલોમીટર દૂર આવેલા ચલોડા ગામના ખેડૂતોને વીઘા દીઠ 65 લાખનું વળતર ચુકવવામાં આવ્યું છે.. જેની સામે કાવીઠા ગામના ખેડૂતોને માત્ર વીધે 22 લાખનું જ વળતર આપવામાં આવ્યું છે. જેને લીધે જમીન સંપાદનના વળતરમાં કાવીઠા ગામના ખેડૂતોને ભારે અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કાવીઠાના ખેડૂતોનો દાવો છે કે ચાચરવાળી વાસણા અને ચલોડા ગામની જમીન કરતા કાવીઠાની જમીન સારી છે.. તેમ છતાં કાવીઠા ગામના ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં ન આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.. આ સ્થિતિમાં ખેડૂતોની માગ છે કે જે રીતે અન્ય બે ગામની જમીન સંપાદન કરી તેમને ઉંચી કિંમત ચૂકવવામાં આવી છે, તે જ પ્રમાણે કાવીઠાના ખેડૂતોને પણ યોગ્ય રકમ ચૂકવવામાં આવે..

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

જમીન સંપાદનમાં થયેલી ભૂલને સુધારવામાં આવે અને કાવીઠાના ખેડૂતોને પણ યોગ્ય વળતર ચૂકવાય તે અંગે અસરગ્રસ્તોએ સરકારને પણ રજૂઆત કરી છે. સરકારે ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની બાંહેધરી પણ આપી હોવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે.

આ પણ વાંચો : અમદાવાદના વસ્ત્રાપુરના NFD સર્કલ પાસે હીટ એન્ડ રનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

આ પણ વાંચો : પીએમ મોદી સોમવારે ‘ઇન્ડિયન સ્પેસ એસોસિએશન’ કરશે લોન્ચ, સંસ્થામાં ઘણી મોટી કંપનીઓ છે સામેલ

 

Next Article