Mehsana : બાળકોમાં વધી રહી છે આંખની સમસ્યા, આરોગ્ય વિભાગે જાહેર કર્યા ચિંતાજનક આંકડા, જુઓ Video

મહેસાણા જિલ્લામાં શાળા આરોગ્ય તપાસમાં ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે.આ વર્ષે 2 લાખ 85 હજાર બાળકોની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 5 હજાર જેટલા બાળકોને આંખના નંબર હોવાનું સામે આવ્યું છે. વિષેશ કરીને માયોપીયાની બિમારી વધતા આરોગ્ય વિભાગમાં પણ ચિંતનો માહોલ સર્જાયો છે.

Mehsana : બાળકોમાં વધી રહી છે આંખની સમસ્યા, આરોગ્ય વિભાગે જાહેર કર્યા ચિંતાજનક આંકડા, જુઓ Video
Mehsana
| Edited By: | Updated on: Apr 01, 2025 | 2:27 PM

સામાન્ય રીતે શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવતી હોય છે. ત્યારે મહેસાણામાં બાળકોના સ્વાસ્થ્યની તપાસ દરમિયાન ચિંતાજનક આંકડાઓ સામે આવી રહ્યાં છે. બાળકોમાં આંખની સમસ્યાના વધુ આંકડા સામે આવતા એક ચિંતાનો વિષય બન્યો છે. બાળકોમાં મોબાઈલનો વધુ ઉપયોગનાં આંખની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

મહેસાણા જિલ્લામાં શાળા આરોગ્ય તપાસમાં ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે.આ વર્ષે 2 લાખ 85 હજાર બાળકોની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 5 હજાર જેટલા બાળકોને આંખના નંબર હોવાનું સામે આવ્યું છે. વિષેશ કરીને માયોપીયાની બિમારી વધતા આરોગ્ય વિભાગમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે.

 

બાળકોમાં વધતી આંખની સમસ્યા

મહેસાણામાં શાળા આરોગ્ય તપાસણીમાં મળેલા આંકડાઓ ચિંતાજનક છે, જેમાં બાળકોમાં ચશ્મા પહેરવાની સંખ્યા વધતી જઈ રહી છે. દર વર્ષે 4 થી 5 હજાર બાળકોમાં આંખોના નંબર હોવાની જાણકારી મળે છે, આ વર્ષે 2.85 લાખ બાળકોની તપાસ કરવામાં આવી, જેમાં 4819 બાળકોને 1 થી 4 સુધીના આંખોમાં નંબર હોવાનું જણાયું. ગત વર્ષે આ આંકડો 4156 હતો, એટલે કે 663 બાળકો વધુ ચશ્મા પહેરવા માટે નોંધાયા છે.

માયોપીયા એટલે શું ?

માયોપીયા એટલે કે દૂરની વસ્તુઓ ધૂંધળી દેખાવવાની બીમારીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેનું મુખ્ય કારણ મોબાઈલનો વધુ ઉપયોગ કરે છે. બાળકોમાં મોબાઈલની લતને કારણે ઘરની બહાર નીકળવાનું પ્રમાણ ઓછુ થઈ ગયું છે. જેના કારણે આંખની સમસ્યા વધી રહી છે. ડોકટરની સલાહ અનુસાર માયોપીયાથી બાળકોને બચાવવા માટે નિયમિત બાળકોને આઉટડોર એક્ટિવીટી કરવા માટે લઈ જવા જોઈએ. જેથી તે દૂરની વસ્તુને જોવામાં આવે તેનાથી આંખની કસરત થાય છે. જેના કારણે માયોપીયાની સમસ્યા થતી અટકે છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો