બીજુ દિલ્હી બનશે અમદાવાદ, 5 વર્ષમાં ડબલ થયું એર પોલ્યુશન, જુઓ VIDEO

|

Nov 10, 2019 | 7:20 AM

   મુઘલ બાદશાહ જહાંગીર પહેલીવાર જ્યારે 1617માં અમદાવાદ આવ્યો. ત્યારે તેણે અમદાવાદ શહેરને ગરદાબાદ કહ્યું હતું. ગરદાબાદ મતલબ ધૂળનું શહેર. આવું જહાંગીરે એટલા માટે કહ્યું હતું કે તે અમદાવાદ આવ્યો ત્યારે અહીં ધૂળનું સામ્રાજ્ય હતું અને ધૂળ ખૂબ ઉડતી હતી. આશરે 400 વર્ષ પછી પણ આ શહેરની સ્થિતી બદલાઈ નથી અને હવે ધૂળીયાબાદ બની […]

બીજુ દિલ્હી બનશે અમદાવાદ, 5 વર્ષમાં ડબલ થયું એર પોલ્યુશન, જુઓ VIDEO

Follow us on

 

મુઘલ બાદશાહ જહાંગીર પહેલીવાર જ્યારે 1617માં અમદાવાદ આવ્યો. ત્યારે તેણે અમદાવાદ શહેરને ગરદાબાદ કહ્યું હતું. ગરદાબાદ મતલબ ધૂળનું શહેર. આવું જહાંગીરે એટલા માટે કહ્યું હતું કે તે અમદાવાદ આવ્યો ત્યારે અહીં ધૂળનું સામ્રાજ્ય હતું અને ધૂળ ખૂબ ઉડતી હતી. આશરે 400 વર્ષ પછી પણ આ શહેરની સ્થિતી બદલાઈ નથી અને હવે ધૂળીયાબાદ બની રહ્યું છે આપણું આ અમદાવાદ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ વાત અમે નહી જીપીસીબીના આંકડાઓ કહી રહ્યાં છે. નેશનલ એર ક્વોલીટી મોનીટરીંગ પ્રોગ્રામ મુજબ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત અને વાપીમાં એર પોલ્યુશનની માત્રા માપી હતી. જેમાં સામે આવ્યું છે કે અમદાવાદમાં ધૂમાડા અને ધૂળનું પ્રમાણ છેલ્લા 5 વર્ષમાં 2 થી 3 ગણુ વધી ગયું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા લોકોનું કહેવું છે કે વસ્તી વધારો, વાહન વધારો, તુટેલા અને સમારકામ થયા વગરના રસ્તાઓ, સળગાવવામાં આવતો કચરો, ઔદ્યોગીક ધુમાડા અને વૃક્ષોનું કાઢી નાંખેલુ નિકંદન અમદાવાદમાં વધી રહેલા ધૂળ અને ડસ્ટ પોલ્યુશનના સૌથી મોટા કારણો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article