હર કામ દેશના નામ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ એર માર્શલ સંદીપસિંહે નલિયા અને ભૂજ એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી

|

Jun 04, 2021 | 10:53 PM

એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે આ એર ફોર્સ બેઝ ખાતે પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમને આ ક્ષેત્રમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી.

હર કામ દેશના નામ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ એર માર્શલ સંદીપસિંહે નલિયા અને ભૂજ એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી
એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ એર માર્શલ સંદીપસિંહે નલિયા અને ભૂજ એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી

Follow us on

દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ એર માર્શલ સંદીપસિંહે (Commanding-in-Chief Air Marshal Sandeep Singh) 03 જૂનના રોજ ગુજરાતમાં નલિયા (Naliya) અને ભૂજ (Bhuj) ખાતે એર ફોર્સ બેઝની મુલાકાત લીધી હતી. સંબંધિત બેઝ કમાન્ડર્સ તેમના સ્વાગતમાં આવ્યા હતા. એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે આ એર ફોર્સ બેઝ ખાતે પરિચાલન તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમને આ ક્ષેત્રમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી.

 

તેમણે વિવિધ પરિચાલન યુનિટની મુલાકાત લીધી હતી અને રાષ્ટ્રની આકાશી સરહદોની સુરક્ષા કરવા માટે આ મહત્વપૂર્ણ એર ફોર્સ બેઝ ખાતે તેમના દ્વારા નિભાવવામાં આવતી ભૂમિકાની પ્રશંસા કરી હતી. એર માર્શલે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ હેઠળ વિવિધ શ્રેણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા યુનિટ્સને ટ્રોફી એનાયત કરી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

આ મુલાકાત દરમિયાન એરમાર્શલે નલિયા અને ભૂજ ખાતે કોવિડ-19 મહામારીને અનુલક્ષીને અપનાવવામાં આવેલા માપદંડોની પણ સમીક્ષા કરી હતી. એરમાર્શલે તમામ કર્મીઓને તેમની પરિચાલન તૈયારીઓ વધારવા માટે અને કોવિડ-19 મહામારી સામે લડવા માટે તમામ પગલાં લેવા માટે સખત પરિશ્રમ કરવાનો અનુરોધ કર્યો હતો. તેમણે મહામારીના વ્યવસ્થાપન માટે આ બેઝ દ્વારા નાગરિક પ્રશાસકોને આપેલા સહકાર બદલ તેમની પ્રશંસા કરી હતી.

 

આ પણ વાંચો: Serum Institute હવે રશિયાની કોરોના વેક્સિન Sputnik V નું ઉત્પાદન કરશે, DCGI એ શરતો સાથે મંજુરી આપી

Next Article