
ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પડેલા વરસાદને કારણે અનેક ડેમો છલકાયા છે. ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદની સાબરમતી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. નદીમાં પાણીનું સ્તર વધતા રિવરફ્રન્ટના નીચાણવાળા વિસ્તારો અને વોક-વે પર પાણી ફરી વળ્યું છે.
માહિતી મુજબ, સાબરમતી નદીમાં ડેમનું પાણી છોડાતા પાણીનો પ્રવાહ વધુ તેજ બન્યો હતો. અમદાવાદના સરખેજ નજીક આવેલા બાકરોલ ગામ પાસે નદી પર બની રહેલા ઓવરબ્રિજના કામમાં લાગેલા 20થી 25 જેટલા શ્રમિકો નદીના વધતા પાણીમાં ફસાઈ ગયા હતા.
ઘટના અંગે જાણ થતા અમદાવાદ ફાયર વિભાગની ટીમ ચાર-પાંચ વાહનો અને ત્રણ બોટ સાથે તાત્કાલિક પહોંચી હતી. રેસ્ક્યુ ઓપરેશન ચલાવી શ્રમિકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.
સુભાષ બ્રિજ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. સાબરમતી નદીમાં પાણી છોડાયા બાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનો કેટલોક સામાન પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હોવાની માહિતી મળી છે.
અમદાવાદમાં સતત ભારે વરસાદ અને ધરોઈ ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી છોડવાને કારણે આજે સવારે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે. એનએચએસઆરસીએલ દ્વારા અમદાવાદમાં સાબરમતી નદી પર 36 મીટર ઊંચો પુલ બનાવવામાં આવી રહ્યો છે, જેના તમામ ફાઉન્ડેશન અને પિયરનું કામ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં પુલનો ડેક બેલેન્સ કેન્ટીલીવર ટેકનિકથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ બાંધકામ હેઠળના પુલ પર પૂરની કોઈ અસર નથી. એનએચએસઆરસીએલના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સતત સાઇટ પર પરિસ્થિતિની દેખરેખ રાખી રહ્યા છે અને શહેર પ્રશાસન સાથે સમન્વય બનાવી રહ્યા છે. સાઇટ પર બનાવેલા અસ્થાયી ઢાંચા અને વ્યવસ્થાઓની સુરક્ષા માટે તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
Tv9 ની ટીમે જ્યારે મજૂરો સાથે વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે આ લોકો સવાર થી ફસાયેલા હતા. જોકે પાણી એક એક વધી જતાં તેઑને આ ઘટના પહેલા ખબર ન પડી. રેલવેનું કામ આ ફસાયેલા મજૂરો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અચાનક પાણીના સ્તરમાં જ્યાં કામ કરે છે તે જ જગ્યા પર રહે છે. કારીગરોનું કહેવું છે કે બોટ વડે તંત્ર રેકસ્યું કરવા માટે આવ્યા.
મહત્વનું છે જે આ વિસ્તારમાં બાવળ વધુ હોવા સાથે પાણીના ફોર્સને કારણે રેસ્ક્યૂ માટે જે બોટ જઈ રહી છે. તે ગમે ત્યારે પલટી ખાઈ જાય તેવી શક્યતા છે.
Published On - 4:39 pm, Sun, 24 August 25