લો બોલો ! હવે સ્મશાનમાં પણ લાકડા કૌભાંડ, લાકડા પુરા પાડતી સંસ્થાઓને અત્યાર સુધીમાં 15 નોટિસ, હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં

|

Apr 19, 2023 | 7:22 PM

Ahmedabad News: અંતિમવિધી માટે કુલ 24 સ્મશાનગૃહોનું સંચાલન કરવામાં આવે છે. તે સ્મશાનગૃહોમાં મૃતકની અંતિમવિધી માટે લાકડા પણ પુરા પાડવામાં આવે છે. તે લાકડા પુરા પાડવા માટે જયશ્રી કૃષ્ણ સેવા સંધ અને સમભાવ સેવા સંઘ નામની સંસ્થાઓને કોન્ટ્રાકટ આપવામાં આવેલો છે.

લો બોલો ! હવે સ્મશાનમાં પણ લાકડા કૌભાંડ, લાકડા પુરા પાડતી સંસ્થાઓને અત્યાર સુધીમાં 15 નોટિસ, હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના કોંગ્રેસ પક્ષના નેતાએ સ્મશાનગૃહમાં વપરાતા લાકડામાં પણ કૌભાંડ ચાલતુ હોવાના આક્ષેપ લગાવ્યા છે. તેમના ગંભીર આક્ષેપ કે સ્મશાનગૃહોમાં મૃતકોની અંતિમવિધીમાં પણ હીન કક્ષાનો ભષ્ટ્રાચાર આચરાતુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નગરજનોને જીવતે જીવ તો ખરું પણ મૃત્યુ બાદ પણ ભષ્ટ્રાચાર સહન કરવો પડે છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો- સુરતથી ગાંજો લઈને અમદાવાદ આવી રહેલા આરોપીને SOGએ ઝડપી લીધો, આરોપી 13 વર્ષથી ગાંજાના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું ખુલ્યુ

અંતિમવિધી માટે લાકડા પણ પુરા પાડવા બે સંસ્થાને કોન્ટ્રાક્ટ

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં મૃતકોની અંતિમવિધી માટે કુલ 24 સ્મશાનગૃહોનું સંચાલન કરવામાં આવે છે. તે સ્મશાનગૃહોમાં મૃતકની અંતિમવિધી માટે લાકડા પણ પુરા પાડવામાં આવે છે. તે લાકડા પુરા પાડવા માટે જયશ્રી કૃષ્ણ સેવા સંધ અને સમભાવ સેવા સંઘ નામની સંસ્થાઓને કોન્ટ્રાકટ આપવામાં આવેલો છે, તે દરેક સંસ્થાઓને 12 સ્મશાનગૃહોમાં લાકડા પુરા પાડવાનો કોન્ટ્રાકટ મળેલો છે. તે કોન્ટ્રાકટરો દ્વારા પ્રતિ વ્યક્તિ રૂ.799 ચાર્જ વસુલ કરવામાં આવે છે. જ્યારે ખરેખર તો કોન્ટ્રાકટની શરત મુજબ એક મૃતકની અંતિમવિધી માટે અંદાજે 240 થી 280 કિલો લાકડા પુરા પાડવાના હોય છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

બીપીએલ ધારકો પાસેથી પણ પુરા રુપિયાની વસુલાત

સંસ્થાઓ દ્વારા અંતિમવિધી માટે મૃતકનું મૃત શરીર લોખંડની ઘોડી ઉપર મુકવાનું હોય છે તે લોખંડની ઘોડી સંસ્થાઓ દ્વારા સાંકડી બનાવીને મૃતકની અંતિમવિધી કરવામાં આવે છે. જેને કારણે અંદાજે માત્ર 100થી 125 કિલો લાકડા વપરાય છે. તેમ છતાં તે બંને સંસ્થા દ્વારા પુરા લાકડા બતાવી પ્રજાજનો પાસેથી પુરેપુરા નાણાં પડાવીને ભષ્ટ્રાચાર કરવામાં આવેલો છે, તેમજ બી.પી.એલ. કાર્ડધારક પાસેથી લાકડાના માત્ર 360 રૂપિયા જ લેવાના હોય છે, તેમ છતાં તેમના પાસેથી પણ પુરા નાણાં પડાવાય છે, જેથી તે સંસ્થાઓ દ્વારા અંત્યત ગરીબ પછાત લોકોને પણ છોડયાં નથી.

અત્યાર સુધીમાં 15 નોટિસ ફટકારાઈ

નવાઈની બાબત તો એ છે કે તંત્ર દ્વારા આ બાબતની ખૂબ જ ફરિયાદો મળતા અત્યાર સુધીમાં 15 નોટિસ આપવામાં આવી છે. જો કે તે સંસ્થાઓ દ્વારા તે નોટિસોની અવગણના કરતા તે બંને સંસ્થાઓને બ્લેકલીસ્ટ કરવા બાબતે તંત્ર દ્વારા બે વાર દરખાસ્ત હેલ્થ કમિટીમાં મુકેલ છે. પરંતુ તે સંસ્થાઓ સત્તાધારી ભાજપની માનિતી સંસ્થા હોવાના કારણે બ્લેકલીસ્ટ કરવા બાબતે તંત્ર દ્વારા મુકાયેલ દરખાસ્ત બંને વાર હેલ્થ કમિટી દ્વારા પરત કરી દેવામાં આવેલી છે.

ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે 15 વાર નોટિસો આપેલી હોય તથા બે વાર બ્લેકલીસ્ટ કરવાનું કામ કરેલુ હોય તેવી વિવાદીત અને ખરડાયેલ સંસ્થાઓને સત્તાધારી ભાજપ દ્વારા શા માટે છાવરવામાં આવે છે?

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સત્તાધારી ભાજપના શાસકો મૃતકોની અંતિમવિધીમાં પણ ભષ્ટ્રાચાર આચરે તે હીન કક્ષાની વૃતિ કહી શકાય. ભષ્ટ્રાચાર આચરવા માટે સ્મશાનગૃહો અને મૃતકોને પણ છોડયા નથી તેવા સત્તાધારી ભાજપે માટે શરમજનક બાબત છે. આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 24 સ્મશાનગૃહોમાં લાકડા પુરા પાડતી જયશ્રી કૃષ્ણ સેવા સંઘ અને સમભાવ સેવા સંઘ નામની સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરી તાકીદે બ્લેકલીસ્ટ કરવા કોંગ્રેસ પક્ષે માગ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:22 pm, Wed, 19 April 23

Next Article