ભર ઉનાળામાં ગુજરાતમાં પડશે વરસાદ, રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ

|

Apr 20, 2022 | 4:21 PM

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની (Unseasonal Rain) આગાહી છે. જેમાં ખાસ કરીને જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, જૂનાગઢ, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ વસરી શકે છે.

ભર ઉનાળામાં ગુજરાતમાં પડશે વરસાદ, રાજ્યના અનેક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ
Rain (FIle Photo)

Follow us on

રાજ્યમાં અસહ્ય ગરમી પડ્યા બાદ હવે થોડા રાહતના સમાચાર છે. ગુજરાતમાં (Gujarat) ભર ઉનાળામાં (summer 2022) હવે વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain)એટલે કે માવઠું પડશે. હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય-દક્ષિણ ગુજરાતના શહેરોમાં માવઠું થશે. સાથે જ કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાક 20થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે તો રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળી રહ્યુ છે.

હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની આગાહી છે. જેમાં ખાસ કરીને જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી, જૂનાગઢ, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ વસરી શકે છે. સાથે જ પ્રતિ કલાક 20થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, સાબરકાંઠા અને મહેસાણા પણ માવઠાની આગાહી છે તો મધ્ય ગુજરાતના વડોદરામાં તથા દક્ષિણ ગુજરાતના ભરૂચમાં માવઠાની આગાહી છે.

આવતીકાલની આગાહી પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર પંથકમાં ભાવનગરમાં કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં દાહોદ, મહિસાગર અને વડોદરા તથા દક્ષિણ ગુજરાતના ભરૂચમાં માવઠાની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડર સ્ટોર્મ રહેશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડર સ્ટોર્મની અસર રહેશે. ઠંડર સ્ટોર્મમાં 35થી 40 કિલો મીટર સ્પીડે પવન ફૂંકાશે. જેથી ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગરમીમાં આંશિક રાહત મળશે. જોકે બાદમાં ગરમીના પારામાં વધારો થઈ શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મહત્વનું છે કે માવઠું ગરમીથી ચોક્કસ રાહત આપશે. પરંતુ આ માવઠું ખેડૂતો માટે આફત બની શકે છે. ત્યારે ખેડૂતો હવામાન વિભાગની આગાહીને ધ્યાને રાખીને આગોતરૂ આયોજન કરે તે જરૂરી છે. જેથી તૈયાર ઘાનનું નુકસાન અટકાવી શકાય.

આ પણ વાંચો-2007માં શિવાની હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર થવાનો કેસ, કોર્ટે ધારાસભ્ય કાંધલ જાડેજાને દોષિત જાહેર કર્યા

આ પણ વાંચો-વડાપ્રધાન મોદીએ WHOના ડાયરેક્ટરનું ગુજરાતી નામકરણ કર્યુ, તેમનું હુલામણું નામ ‘તુલસીભાઈ’ રાખી દીધુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article