Gujarat માં સારા વરસાદ માટે રાહ જોવી પડશે, હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત

|

Aug 04, 2021 | 4:41 PM

છેલ્લા કેટલાક દિવસથી સતત મેધમહેર વચ્ચે હવે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત દર્શાવાઈ રહી છે.હાલ રાજ્યમાં 38 ટકા વરસાદની ઘટ પ્રવર્તી  રહી છે

ગુજરાત(Gujarat) માં વરસાદ ખેંચાઈ જતા સો કોઈ વરસાદ(Rain)ની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. રીસાયેલા મેઘરાજા ગુજરાત પર હેત વરસાવે એવું લોકો ઈચ્છી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી સતત મેધમહેર વચ્ચે હવે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત દર્શાવાઈ રહી છે.હાલ રાજ્યમાં 38 ટકા વરસાદની ઘટ પ્રવર્તી  રહી છે. રાજ્યના અડધા જળાશયો ખાલી જ પડી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ ભારે વરસાદની કોઈ જ સિસ્ટમ સક્રિય નથી. પરંતુ આવનાર 5 દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની તો અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં આગામી 48 કલાક 45 થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો :દુનિયાનો એક એવો ખતરનાક કેદી, જેણે પોતાના માટે 5 સ્ટાર જેલ બનાવડાવી હતી

આ પણ વાંચો : Surat જિલ્લા પોલીસની અનોખી પહેલ, પોલીસ તમારે દ્વાર અભિયાન દ્વારા કરાશે વૃદ્ધોની મદદ 

Next Video