ગાંધીનગર-મુંબઈ શતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યો, સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ રાજ્યમાં વધુ એક ટ્રેનમાં આ સુવિધા
વેકેશનના સમયમાં યાત્રિકોને પ્રવાસ દરમિયાન સગવડતા મળે અને તેમનો પ્રવાસ વધુ યાદગાર અને આરામદાયક બની રહે તે હેતુથી વિસ્ટાડોમ કોચ (Vistadom coach ) નો ઉમેરો કરવામાં આવ્યો છે. જે 10 મે સુધી રાખવામાં આવશે.
પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસ (Shatabdi Express) માં વિસ્ટાડોમ કોચ (Vistadom coach ) ઉમેરો કરવામાં આવ્યો. વિસ્ટાડોમ કોચ સાથેની ટ્રેન સાથેની પહેલી ટ્રેન આજે ગાંધીનગર (Gandhinagar) થી વાયા અમદાવાદ મુંબઈ જવા રવાના થઈ હતી. કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) બાદ રાજ્યમાં વધુ એક ટ્રેનમાં વિસ્ટાડોમ કોચનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે યાત્રિકોને તેમનો પ્રવાસ વધુ યાદગાર અને આરામદાયક બનાવશે. મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યો છે. જે 10 મે સુધી રાખવામાં આવશે. વેકેશનના સમયમાં યાત્રિકોને પ્રવાસ દરમિયાન સગવડતા મળે તે હેતુથી વિસ્ટાડોમ કોચનો ઉમેરો કરવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 2020 ડિસેમ્બર માસમાં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ટ્રેનમાં ખાસ પ્રકારનો કોચ ઉમેરવામાં આવ્યો હતો. જે બાદ ગુજરાતમાંથી સંચાલિત થતી બીજી વાર કોઈ ટ્રેનમાં આ સુવિધા મળવા જઈ રહી છે.
હંગામી ધોરણે વિસ્ટાડોમ કોચનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, અને એપ્રિય 11થી મે 10 દરમિયાન મુસાફરોને તેની સેવાનો મોકો મળે તેવી સંભાવનાઓ છે. વિસ્ટાડોમ કોચમાં 44 મુસાફરોની સિટિંગ કેપેસિટી હોય છે. IRCTC વેબસાઈડ અને PRS ઉપરથી વિસ્ટોડોમ કોચ માટેની ટિકિટ બુક કરાવી શકાય છે. પશ્ચિમ રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલાં નિવેદન અનુસાર, મોટા ગ્લાસ અને રૂફને કારણે પેનોરેમિક વ્યૂ મળશે જે મુસાફીના અનુભવને બમણો કરી દેશે.
પશ્ચિમ રેલવેના પબ્લિક રિલેશન ઓફિસર સુમિત ઠાકુરે કહ્યું કે, રોટેટિંગ સીટ્સ અને ઓબ્ઝર્વેશન લોંજ મુસાફરોને અવિસ્મરણીય નજારો પ્રદાન કરશે. સેન્ટ્રલ રેલવેમાં મુંબઈથી પુણે જતી ડેક્કન એક્સપ્રેસ સહિત અન્ય ટ્રેનોમાં વિસ્ટાડોમ કોચ લગાવવામાં આવ્યા છે. જો કે, સોશિયલ મીડિયામાં આ કોચને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. કેટલાય લોકોએ કોચને આવકાર્યો હતો, તો કેટલાય લોકોએ લખ્યું હતું કે, ટ્રેનોમાં સારું ભોજન, ચોખ્ખાઈ સહિતની સુવિધાઓ પણ આપો.
આ પણ વાંચોઃ Gandhinagar: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ, વધુ 16 વિદ્યાર્થીઓ પોઝિટિવ, કુલ આંકડો 64 થયો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો