Ahmedabad: 12 વર્ષ પહેલાં નાના કાર્યક્રમથી શરૂ કરાયેલી ‘વીરાંજલી’એ આજે સમગ્ર અમદાવાદને મંત્રમુગ્ધ કરી દીધું

|

Mar 24, 2022 | 6:28 AM

છેલ્લા 12 વર્ષથી વિરાંજલી નામથી દર 23 માર્ચના રોજ શહીદોને શ્રદ્ધાંજલી આવપા માટે કાર્યક્રમ યોજાતો આવ્યો છે અને આ વખતે એટલે કે 13માં વર્ષે અમદાવાદમાં કર્ણાવતી ક્લબમાં વિશાળ રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Ahmedabad: 12 વર્ષ પહેલાં નાના કાર્યક્રમથી શરૂ કરાયેલી વીરાંજલીએ આજે સમગ્ર અમદાવાદને મંત્રમુગ્ધ કરી દીધું
અમદાવાદનાં કર્ણાવતી ક્લબ ખાતે વીરાંજલી કાર્યક્રમ યોજાયો હતો.

Follow us on

23 માર્ચ એટલે શહીદ દિવસ. વિરાંજલી સમિતિ દ્વારા શહિદોને શ્રદ્ધાજલી આપવા આજે અમદાવાદ (Ahmedabad) નાં કર્ણાવતી ક્લબ ખાતે એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) સહિત અનેક નેતાઓ તેમજ ધ કાશ્મીર ફાઇલ્સ (Kashmir files) ફિલ્મના ડાયરેક્ટર અભિષેક અગ્રવાલ અને કારગિલ યુદ્ધમાં શહીદ થનાર મુકેશભાઈ રાઠોડના પુત્ર હાજર રહ્યા હતા. વિરાંજલી કાર્યક્રમમાં દેશભક્તિ (Patriotism) ના અને દેશને આઝાદી (Freedom) અપાવવામાં બલિદાન આપનાર મહારાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની શહાદતની કહાની નાટક સ્વરૂપે દર્શાવી હતી. આ ઉપરાંત દેશને આઝાદ કરાવવામાં જેની મહત્વની ભૂમિકા રહી છે પણ લોકો વચ્ચે થી જે વિસરાઈ રહી છે તેવા પાત્રો ની વાતો પણ આ કાર્યક્રમમાં આવરી લેવાઈ હતી.

ખાસ કરીને છેલ્લા 12 વર્ષથી વિરાંજલી નામથી દર 23 માર્ચના રોજ શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે કાર્યક્રમ યોજાતો આવ્યો છે. જ્યારે આજે એટલે કે 13 માં વર્ષે વિશાળ રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરાંજલી સમિતિ અને ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ વર્ષ 2008 થી શહીદોને યાદ કરવાનો અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વિરાંજલી કાર્યક્રમની શરૂઆત કરી હતી. અમદાવાદમાં વસ્ત્રાપુરથી કૃણાલ શાહની સાથે મળી અને આ વિરાંજલી કાર્યક્રમની શરૂઆત 12 વર્ષ પહેલાં કરી હતી અને છેલ્લા શ્વાસ સુધી શહીદ દિવસ ઉજવવાનો પણ પ્રતિજ્ઞા લીધી હતી.

સાણંદના બકરાણામાં નાના કાર્યક્રમની શરૂઆત આજે 13માં વર્ષે ખૂબ વિશાળ રીતે યોજાયો હતો. વિરાંજલી કાર્યક્રમમાં સાંઈરામ દવે સહિતના 100થી વધુ કલાકારો નાટક સ્વરૂપે દેશભક્તિ અને અવનવા દેશભક્તિના ગીતો સાથે મલ્ટી મીડિયા શો રજૂ કર્યો હતો. ક્રાંતિકારી એવા ભગતસિંહ, સુખદેવ તથા રાજ્યગુરુ તેમજ ઝાસી ની રાણી લક્ષ્મીબાઈ તેમજ આઝાદીમાં સીધી કે આડકતરી રીતે ભાગ ભજવનાર લોકોને આ કાર્યક્રમ મા યાદ કરી તેની કુરબાની વિશે લોકોને માહિતગાર કર્યા હતા. વિરાંજલી કાર્યક્રમ કર્ણાવતી ક્લબ બાદ નિકોલ ખાતે યોજવામાં આવશે અને ત્યાર બાદ તબક્કા વારઅલગ અલગ શહેર અને ગામોમાં પણ યોજવામાં આવશે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાત પ્રવાસે, 24 માર્ચે વિધાનસભાને સંબોધશે, દ્વારકા પ્રવાસ રદ

આ પણ વાંચોઃ  Vadodara : ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી ગેરકાયદે 19 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપાયો

Published On - 6:24 am, Thu, 24 March 22

Next Article