AHMEDABAD : શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં ગયા વર્ષની સરખામણીએ મોટો વધારો
Vector-borne diseases on the rise in Ahmedabad

AHMEDABAD : શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં ગયા વર્ષની સરખામણીએ મોટો વધારો

| Edited By: | Updated on: Aug 03, 2021 | 11:52 AM

પાણીજન્ય રોગચાળામાં ઝાડા ઉલ્ટીના કેસમાં પણ વધારો થયો છે. જુલાઈ માસમાં ઝાડા ઊલટીના 659 કેસ નોંધાયા છે. તો કમળાના 177 અને ટાઇફોઇડના 165 કેસ નોંધાયા છે.

AHMEDABAD : અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં ગયા વર્ષની સરખામણીએ મોટો વધારો થયો છે. મેલેરિયા(Malaria), ડેન્ગ્યુ (Dengue) અને ચિકનગુનિયા (Chikungunya)ના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જુલાઇ મહિનામાં મેલેરિયા ડેન્ગ્યૂના 500, ઝાડા-ઉલટી-કમળાના 2 હજાર અને સાદા તાવના 1.10 લાખ જેટલા દર્દીઓ નોંધાયા છે.પાણીજન્ય રોગચાળામાં ઝાડા ઉલ્ટીના કેસમાં પણ વધારો થયો છે. જુલાઈ માસમાં ઝાડા ઊલટીના 659 કેસ નોંધાયા છે. તો કમળાના 177 અને ટાઇફોઇડના 165 કેસ નોંધાયા છે.

મચ્છર જન્ય રોગચાળો અટકાવવા વિવિધ સાઈટ પર ચેકિંગ કરી નોટીસ આપવા સહિત દંડની કાર્યવાહી કરાઈ છે.. શહેરમાં કુલ 626 કન્સ્ટ્રક્શન સાઈટમાં ચેકિંગ કરાયું .જેમાં 331ને નોટિસ આપી 15 લાખ દંડ કરાયો છે. હોટેલ અને હોસ્પિટલમાં 560 એકમોની તપાસ કરી 427 ને નોટિસ આપી 4.51 લાખ દંડ વસૂલાયો છે.

આ પણ વાંચો : KHEDA : કઠલાલ તાલુકાના દાપટગામની સીમમાંથી નવજાત શિશુ મળી આવ્યું

આ પણ વાંચો : BANASKANTHA : 15 ઓગષ્ટે દિગ્ગજ નેતાનો સેક્સ વિડીયો વાયરલ કરવાના મેસેજથી ખળભળાટ

Published on: Aug 03, 2021 11:51 AM