અતીક અહેમદને લઈ UP પોલીસ પ્રયાગરાજ માટે થઈ રવાના, ઉમેશ પાલ હત્યા કેસ મામલે UPમાં કરાશે પૂછપરછ,જુઓ Video

|

Apr 11, 2023 | 3:48 PM

Ahmedabad News : પ્રીઝનર વાનમાં અતીકને લઇને UP પોલીસ અમદાવાદથી રવાના થઇ છે. પોલીસ વાનમાં બેસતા જ અતીક અહેમદે નિવેદન આપ્યુ હતુ કે, આ લોકોની નિયત સારી નથી. આ લોકો મને મારવા માગે છે.

અતીક અહેમદને લઈ UP પોલીસ પ્રયાગરાજ માટે થઈ રવાના, ઉમેશ પાલ હત્યા કેસ મામલે UPમાં કરાશે પૂછપરછ,જુઓ Video

Follow us on

અતીક અહેમદને લઈ યુપી પોલીસ સાબરમતી જેલથી પ્રયાગરાજ માટે રવાના થઇ છે. ઉમેશ પાલ હત્યા કેસ મામલે ઉત્તર પ્રદેશમાં અતીક અહેમદની પૂછપરછ કરવામાં આવશે. પ્રીઝનર વાનમાં અતીકને લઇને UP પોલીસ અમદાવાદથી રવાના થઇ છે. પોલીસ વાનમાં બેસતા જ અતીક અહેમદે નિવેદન આપ્યુ હતુ કે, આ લોકોની નિયત સારી નથી. આ લોકો મને મારવા માગે છે.

આ પણ વાંચો-ગુજરાતના દરિયાકાંઠા પર મોટુ જોખમ, આ 9 બીચ દરિયામાં ગરકાવ થઈ જવાની સ્થિતિમાં

ચુસ્ત સુરક્ષા સાથે અતીકને UP લઇ જવાયો

આજે સવારથી જ અતીકને પુરતી સુરક્ષા વ્યવસ્થા સાથે UP લઇ જવા માટેની તજવીજ ચાલી રહી હતી. અતીકને લઇને UP પોલીસ આ રીતે બીજી વાર સાબરમતી જેલ જવા રવાના થયા છે. અતીક અહેમદને પ્રયાગરાજ લઇ જવામાં આવશે. જ્યાં ઉમેશ પાલ હત્યા કેસમાં અતીકની પૂછપરછ કરવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે UP પોલીસ સાબરમતી જેલ પહોંચી હતી.

ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024

ખાસ કરીને બોડી વોર્ન કેમેરાથી લઇને પ્રીઝનર વાન સાથે પોલીસ પહોંચી હતી. વાનમાં પણ સિક્યુરીટી ગોઠવવામાં આવી હતી. ખાસ કરીને બાયો મેટ્રીક લૉક પણ રાખવામાં આવ્યુ છે. ગત વખત કરતા વધુ સુરક્ષા સાથે UP પોલીસ સાબરમતી જેલ વહેલી સવારે પહોંચી હતી. જેલની તમામ કાર્યવાહી-જેલની કાગળિયા સહિતની પ્રોસીજર પૂર્ણ કરીને UP પોલીસ અતીકને લઇને પ્રયાગરાજ કોર્ટ માટે રવાના થઇ હતી.

અતિક વિરુદ્ધ છે 100 થી વધુ કેસ

અતિક અહેમદ જૂન 2019થી સાબરમતી જેલમાં બંધ છે. SPના પૂર્વ ધારાસભ્ય અતિક અહેમદ વિરુદ્ધ 100થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. તાજેતરમાં જ તેને 2006ના BSP ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યાના આરોપી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. ગયા મહિને પ્રયાગરાજમાં ઉમેશ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

પ્રયાગરાજમાં કોર્ટે 28 માર્ચે કથિત માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને અપહરણના કેસમાં સખત આજીવન કેદની સજા સંભળાવી હતી. 17 વર્ષ જૂના કેસમાં અતીક અહેમદને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. અતીક અહેમદને યુપી પોલીસ પ્રયાગરાજથી સાબરમતી જેલ લઇને આવવા રવાના થઈ હતી. યુપી પોલીસ 28 માર્ચની રાત્રે 8. 35 વાગે પ્રયાગરાજથી નીકળી હતી.

(વિથ ઇનપુટ-સચિન પાટીલ એન્ડ હરીન માત્રાવાડિયા, અમદાવાદ)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 3:41 pm, Tue, 11 April 23

Next Article